Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

થોમસ કપમાં ચીન સામે ભારત 5-0થી હાર્યું

નવી દિલ્હી: ભારતીય બેડમીન્ટન ટીમે થોમસ કપના ગ્રુપ-એના પોતાના ત્રીજા મેચમાં ચીન સામે ૫-૦થી કારમાં પરાજયનો સામનો કરવો પડયો છે. આ હાર સાથે જ ભારત ટુર્નામેન્ટમાંથી પણ બહાર ફેકાઈ ગયુ છે. 
ટુર્નામેન્ટમાં ભારતની આ બીજી હાર હતી. આ પહેલા ભારતે ફ્રાન્સ સામે ૪-૧થી હારનો સામનો કરવો પડયો હતો. જો કે બીજી મેચમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે ૫-૦થી હરાવવામાં સફળ રહ્યુ હતુ. જો કે પોતાની અંતિમ મેચમાં ભારતે ચીન સામે હારનો સામનો કરવો પડયો છે. આ સાથે ભારત પોતાના ગ્રુપમાં ત્રીજા ક્રમાંકે રહ્યુ છે. જ્યારે ચોથા અને અંતિમ સ્થાને ઓસ્ટ્રેલિયા રહ્યુ છે. જ્યારે ચીને પોતાની ત્રણેય મેચ જીતીને ટોચનુ સ્થાન મેળવ્યુ છે. જ્યારે બે મેચ જીતનાર ફ્રાન્સ બીજા ક્રમાંકે છે. ચીનના ચેન લોંગને પ્રથમ મેચમાં ભારતના એચએસ પ્રણોયને પરૃષ સિંગલ્સની મેચમાં ૨૧-૯, ૨૧-૯થી પરાજય આપ્યો હતો. ત્યાર બાદ ડબલ્સમાં ચીનના લિયુ ચેંગ અને ઝોંગ નેનની જોડીએ ભારતના એમઆર અર્જુન અને રામચંદ્રનની જોડીને ૨૧-૧૨, ૨૧-૧૫થી પરાજય આપ્યો હતો. ત્રીજી મેચમાં પણ ભારતને નિરાશાનો સામનો કરવો પડયો હતો. ભારતના બીએસ પ્રણીતે ચીનના શિ યુકી સામે ૯-૨૧, ૧૨-૧૫, ૧૨-૨૧થી પરાજયનો સામનો કરવો પડયો હતો. 
બીજી ડબલ્સ મેચમાં ચીનના લી જુનહુઈ અને લિયુઈ યોંચોનની જોડી સામે ભારતના જ્યોર્જ અરુણ અને શ્યામ શુક્લાની જોડીને ૨૧-૧૫, ૨૦-૨૨, ૨૧-૧૫થી પારનો જામો કરવો પડયો હતો. જ્યારે પાંચમી અને અંતિમ મેચમાં ભારતના સેન લક્ષ્યે ચીનના લિન ડેન સામે ૨૧-૧૬, ૯-૨૧, ૮-૨૧થી પરાજયનો સામનો કરવો પડયો હતો.

 

(4:39 pm IST)