Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

ફિફા વર્લ્ડ કપ માટે સ્પેનીશ ફૂટબોલ ટીમ જાહેર

નવી દિલ્હી: રશિયામાં યોજાનારા ફિફા વર્લ્ડ કપ માટેની ૨૩ સભ્યોની ટીમમાં વેટરન સ્ટાર્સ એન્ડ્રે ઈનિસ્તા અને સર્જીયો રેમોસને સ્થાન આપવામાં આવ્યું છે. સ્પેનીશ ફૂટબોલ ટીમના કોચ જુલેન લોપેટેગ્યુઈએ જાહેર કરેલી ટીમમાં ચેલ્સીના ૨૫ વર્ષીય સ્ટ્રાઈકર એલ્વેરો મોરાટાને સ્થાન મળી શક્યું નથી. આ ઉપરાંત કેસ્ક ફાબ્રેગાસ જેવા અનુભવી ખેલાડીને પણ પડતો મૂકવામાં આવ્યો છે. નોંધપાત્ર છે કે, સ્પેનિશ ટીમ ગત વર્લ્ડ કપમાં સુપરફ્લોપ સાબિત થઈ હતી અને ગુ્રપ સ્ટેજમાંથી જ બહાર ફેંકાઈ હતી. સ્પેનિશ ફૂટબોલ ટીમે ૨૦૦૮ અને ૨૦૧૨માં યુરોપીયન ચેમ્પિયનનો અને ૨૦૧૦માં વર્લ્ડ ચેમ્પિયનનો તાજ મેળવ્યો હતો. જોકે છેલ્લા બે વર્લ્ડ કપમાં તેઓ કમાલ દેખાડી શક્યા નથી. ૨૦૧૪ના વર્લ્ડ કપમાં તેઓ ગુ્રપ સ્ટેજમાં બહાર ફેંકાયા હતા, જ્યારે ૨૦૧૬ના યુરો કપમાં તેઓ રાઉન્ડ ઓફ ૧૬માં હાર્યા હતા. જોકે રશિયામાં યોજાનારા વર્લ્ડ કપમાં સ્પેનને ફરી પ્રભુત્વ સ્થાપિત કરવાની આશા છે.સ્પેન ગુ્રપ સ્ટેજમાં તેની પ્રથમ મેચમાં ૧૫મી જુને પોર્ટુગલ સામે રમશે. મોરાટાની સાથે સાથે માર્કોસ એલન્સો અને કેસ્ક ફાબ્રેગાસને પણ ટીમમાં તક મળી શકી નથી. પોર્ટુગલની ફૂટબોલ ટીમમાં ૧૦ ખેલાડીઓ રિયલ મેડ્રીડ અને બાર્સેલોનાના છે, જ્યારે પાંચ ખેલાડીઓ ઈંગ્લિશ પ્રીમિયર લીગમાંથી લેવામાં આવ્યા છે.

(4:38 pm IST)