Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

આ છે ઇન્ટરનેશનલ ક્રિકેટના ટોપ-5 સૌથી સફળ વિકેટકીપર

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર માર્ક બાઉચર પહેલા સ્થાન પર છે કારણ કે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 467 મેચોની 596 પારીમાં 998 ડિસમિસલ કરી છે. જેમાં 952 કેચ અને 46 સ્ટમ્પીંગ કર્યા છે.

ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટ બીજા નંબર પર છે જેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 396 મેચોની  482 પારીમાં 905 ડિસમિસલ કર્યા છે. જેમાં 813 કેચ અને 92 સ્ટમ્પીંગ સામેલ છે.

સફળ વિકેટકીપરની યાદીમાં ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની ત્રીજા સ્થા પર છે. તેને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 497 મેચોની 567 પારીઓમાં 776 ડિસમિસલ કર્યા છે જેમાં 602 કેચ અને 174 સ્ટમ્પિંગનો સમાવેશ થાય છે.

ચોથા સ્થાન પર શ્રીલંકાનો વિકેટકીપર કુમાર સંગકારા આવે છે જેને ઇન્ટરનેશનલ મેચોની 594 મેકમેચમાં 499 પારીઓમાં 678 ડિસમિસલ કર્યા છે જેમાં 539 કેચ અને 139 સ્ટમ્પિંગનો સમાવેશ થાય છે.

ઓસ્ટ્રેલિયાનો વિકેટકીપર ઇયાન હેલી પાંચમા સ્થાન પર જેને 287 મેચોની 392 પારીઓમાં 628 ડિસમિસલ કર્યા છે જેમાં 560 કેચ અને 68 સ્ટંપમ્પિંગનો સમાવેશ થાય છે.

(4:38 pm IST)