Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

બોલ ટેમ્પરીંગ વિવાદ બાદ અમે અમારૂ આવનારૂ બાળક ગુમાવ્યુ : વોર્નરની પત્નિ કેન્ડીસનો ખુલાસો

અપમાન, તણાવ અને ૨૩ કલાકની ફલાઈટ જવાબદારઃ ભાવુક હકીકત

સિડની : બોલ ટેમ્પરીંગ વિવાદમાં એક વર્ષનો પ્રતિબંધ લગાડાયેલ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ડેવિડ વોર્નરની પત્નિ કેન્ડીસે મહિલાઓના એક વિકલી મેગેઝીન સાથેની વાતચીતમાં ભાવુક ખુલાસો કરતા જણાવેલ કે તેમણે બોલ ટેમ્પરીંગ વિવાદના લીધે પોતાના આવનાર ત્રીજા બાળકને ગુમાવવુ પડ્યુ છે.

કેન્ડીસે જણાવેલ માર્ચમાં ડેવિડની પ્રેસ કોન્ફરન્સ બાદ એક અઠવાડીયામાં અમે અમારૂ બાળક ગુમાવેલ. આ માટે અપમાન, તણાવ અને ઘર માટે જવા ૨૩ કલાકની લાંબી ફલાઈટને જવાબદાર ગણાવી હતી. તેણે જણાવેલ કે એક દિવસ બાથરૂમમાં મારૂ લોહી વહેતા મે ડેવિડને બોલાવ્યો હતો અને અમને ખબર પડી ગઈ કે અમારૂ બાળક હવે નથી રહ્યુ પછી અમે બંને એકબીજાને ભેટીને ખૂબ જ રડ્યા હતા.

વોર્નરને બે બાળકો આઈવી અને ઈન્ડી છે અને તેઓ ત્રીજા બાળકના આગમન થવાની જાણના થોડા જ દિવસોમાં તેમણે તેને ગુમાવ્યુ હતું.(૩૭.૧૨)

(2:55 pm IST)