Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

મીઠાપુર ના રાખી દફતરીને એક ગોલ્ડ તથા બે સિલ્વર મેડલ

મીાઠાપુર તા ૨૪  :  ઓખા મંડળ તાલુકા ના રમત-ગમતના ક્ષેત્રમાં સારૂ એવું નામ ધરાવનાર તથા અનેકવાર મેડલો મેળવી મીઠાપુરનું નામ રોશન કરનાર એવા શ્રીમતી રાખીબેન કમલેશભાઇ દફતરીએ ફરી એકવાર તાજેતરમાં પોરબંદર માં યોજાયેલી ગુજરાત સ્ટેટ વુમન્સ એથ્લેટીકસ ચેમ્યિનશીપમાં ઓપન ગુજરાતમાં ૪૦૦ મીટર હર્ડલ્સ માં પ્રથમ નંબરે એક ગોલ્ડ મેડલ તથા ૧૦૦ મીટર હર્ડલ્સમાં બીજા નંબરે એક સિલ્વર મેડલ ઉપરાંત ૫૦૦ મીટર ફાસ્ટ વોક માં બીજા નંબરે આવી એક સિલ્વર મેડલ મેળવી મીઠાપુર તથા પોતાના પરિવારનું નામ રોશન કર્યુ છે.

(11:34 am IST)