Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

IPL-2018:લો સ્કોરિંગ મેચમાં હૈદરાબાદનો 31 રને વિજય :મુંબઈની ટીમ માત્ર 87 રનમાં ઓલઆઉટ

હૈદરાબાદના 119 રનના લક્ષ્ય સામે મુંબઈ ટીમનો જબરો ધબડકો

મુંબઈઃ લો સ્કોરિંગ મેચમાં હૈદરાબાદની શાનદાર બોલિંગ સામે મુંબઈની ટીમ ધરાસાયી થઈ ગઈ હતી. હૈદરાબાદે આપેલા 119 રનના લક્ષ્ય સામે મુંબઈની ટીમ માત્ર 87 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. હૈદરાબાદનો 31 રને વિજય થયો હતો.

 હૈદરાબાદના બોલરોએ મુંબઈના બેટ્સમેનોને સારી શરૂઆત કરાવવાથી રોક્યા હતા. પહેલા ઇવિન લુઇસ (5) રને સંદિપ શર્માની બોલિંગમાં કેચઆઉટ થયો, ત્યારબાદ આગામી સાત બોલમાં ઈશાન કિશન (0) રને આઉટ થયો. ત્યારબાદ કેપ્ટન રોહિત શર્મા પણ ફરી નિષ્ફળ રહેતા માત્ર બે રન બનાવી આઉટ થયો હતો. આમ મુંબઈએ 21 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ સૂર્યકુમાર યાદવ અને કૃણાલ પંડ્યાએ મુંબઈની ઈનિંગ સંભાલી હતી. બંન્નેએ ચોથી વિકેટ માટે 40 રનની ભાગીદારી કરી હતી. ત્યારબાદ કૃણાલ રાશિદની બોલિંગમાં 24 રન બનાવી એલબી થયો હતો. પોલાર્ડ ફરી ફેલ ગયો હતો. તે માત્ર 9 રન બનાવી રાશિદ ખાનની બોલિંગમાં સ્લીપમાં ધવનના હાથે કેચઆઉટ થતા મુંબઈએ પાંચમી વિકેટ ગુમાવી હતી

ત્યારબાદ મુંબઈનો ધબડકો થયો હતો. સૂર્યકુમારને બેસલ થંપીએ 34 રને કેચઆઉટ થયો હતો. મુંબઈએ 77 રને છઠ્ઠી, મેકલનઘન (0)ના રૂપમાં 78 રનમાં સાતમી અને 80 રનનો સ્કોરે મયંકના રૂપમાં (1) આઉટ થયો હતો. મેચની 17મી ઓવર રાશિદ ખાને મેઇડન ફેંકી હતી. હાર્દિક પંડ્યા 19 બોલમાં માત્ર ત્રણ રન બનાવી આઉટ થયો હતો

હૈદરાબાદ તરફથી રાશિદ ખાને 4 ઓવરમાં 11 રન આપીને બે, સિદ્ધાર્થ કૌલે 23 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. સિવાય શાકિહ, સંદીપ શર્માને એક-એક અને બેઝલ થંપીને બે વિકેટ મળી હતી

   પહેલા હૈદરાબાગની ટીમ મેચમાં 118 રન પર ઓલઆઉટ થઈ ગઈ. તેનો સીઝનનો સૌથી ઓછો સ્કોર રહ્યો. હૈદરાબાદની ટીમ મેચમાં માત્ર 18.4 ઓવર રમી શકી અને કેપ્ટન કેન વિલિયમસન (29) અને યૂસુફ પઠાણ (29) સિવાય કોઈપણ બેટ્સમેન પ્રભાવ પાડી શક્યો હતો

મેચમાં મુંબઈએ ટોસ જીતીને હૈદરાબાદને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. મુંબઈના બોલર્સોએ નિયમિત અંતરે ઝટકા આપીને કેપ્ટનના નિર્ણયનો યોગ્ય ઠેરવ્યો હતો. મેચમાં મુંબઈ માટે મિશેલ મેકલેનગન, હાર્દિક પંડ્યા અને મયંક માર્કંડેટે બે-બે વિકેટ ઝડપી, જ્યારે બુમરાહ અને મુસ્તફિઝુરને એક-એક વિકેટ મળી. હૈદરાબાદના બે ખેલાડી (શાકિબ અને સિદ્ધાર્થ કૌલ) મેચમાં રનઆઉટ થયા

હૈદરાબાદ માટે મેચમાં ઈજામાંથી વાપસી કરી રહેલા ધવને  વિલિયમસન સાથે ઈનિંગની શરૂઆત કરી. મેચની બીજી ઓવરમાં ફરી એકવાર ધવનને બોલે પરેશાન કર્યો. મિકલેનગનનો બોલ તેના પગમાં વાગ્યો અને બીજા બોલે ધવન બોલ્ડ થયો. અહીં શહા (0) રને આઉટ થતા હૈદરાબાદને બીજો ઝટકો લાગ્યો હતો

ત્યારબાદ મનીષ પાંડે વિલિયમસનનો સાથ આપવા આવ્યો. મનીષ પાંડેએ આવતા કેટલાક આક્રમક શોટ ફટકાર્યા. પરંતુ હાર્દિક પંડ્યાની બોલિંગમાં કવર્સમાં તે કેચઆઉટ થયો. રીતે હૈદરાબાદે 44 રનના સ્કોરે મનીષ પાંડે (16)ના રૂપમાં ત્રીજી વિકેટ ગુમાવી દીધી

મનીષ પાંડે બાદ શાકિબ પર તમામની નજર હતો, પરંતુ તે માત્ર બે રન બનાવી રનઆઉટ થઈ ગયો હતો. ત્યારબાદ હૈદરાબાદની ટીમ વધુ દબાવમાં આવી ગઈ હતી. ત્યારબાદ કેપ્ટન વિલિયમસનની ઈનિંગનો અંત આપ્યો હતો. તે પંડ્યાની બોલિંગમાં વિકેટકીપરના હાથે કેચઆઉટ થયો હતો. વિલિયમસને 29 રન બનાવ્યા હતા

ત્યારબાદ યૂસુફ સાથે મોહમ્મદ નબી જોડાયો હતો. નબીએ 2 ફોર ફટકારીને જલદી 14 રન બનાવ્યા, પરંતુ 12મી ઓવરમાં તે મયંક માર્કંડેયની બોલિંગમાં બોલ્ડ થઈ જતા એસઆરએચને છઠ્ઠો ઝટકો લાગ્યો હતો. મયંકની મેચમાં પ્રથમ વિકેટ હતી અને રીતે હૈદરાબાદનો સ્કોર 85 રનમાં 6 વિકેટ થઈ ગયો હતો

સાતમી વિકેટ માટે રાશિદ ખાન અને પઠાણે 15 રન જોડ્યા હતા. ત્યારબાદ બુમરાહની બોલિંગમાં રાશિદ કેચઆઉટ થતા હૈદરાબાદે 100 રને સાતમી વિકેટ ગુમાવી હતી. મયંકે બાસિલ થંપીને બોલ્ડ કરીને તેની બીજી વિકેટ ઝડપી હતી

હૈદરાબાદની નવમી વિકેટના રૂપમાં સિદ્ધાર્થ કૌલ (2) આઉટ થયો. અંતિમ વિકેટના રૂપમાં યૂસુફ પઠાણ 29 રન બનાવી આઉટ થયો અને આમ હૈદરાબાદની ટીમ 118 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી

(12:23 am IST)