Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

ઇજાના કારણે લુકાસ બિગલિયાનું વિશ્વ કપ રમવાનું મુશ્કેલ બન્યું

નવી દિલ્હી: એસી મિલાનના મિડફિલ્ડર  આર્જેન્ટિનાના લુકાસ બિગલિયા ઇટલી વચ્ચે ક્લબની બેન્વેન્ટો વિરુદ્ધ હાર દરમિયાન ખાંભાના ભાગે ગંભીર ઇજા થઇ હોવાના કારણે તે આગામી વિશ્વ ફૂટબોલ કપમાં રમશે કે નહીં એ વાત પર સવાલ ઉભા થઇ ગયા છે.દસ ખેલાડીઓ સાથે રમી રહેલ બેન્વેન્ટો વિરુદ્ધ મિલાનની 0-1ની હાર દરમિયાન 32 વર્ષના બિગલિયાને 72 મિનિટમાં ઇજાના કારણે બહાર જવાની નોબત આવી હતી ક્લબે પુષ્ટિ કરી છે કે બિગલિયાની પીઠમાં ઇજા થવાના કારણે બે હાડકા તૂટી ગયા છે અને હવે  તે આગામી મેચમાં રમશે કે નહીં એ વાત પર સવાલ ઉભા થઇ રહ્યા છે.

(5:50 pm IST)