Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

લોર્ડ્સમાં થનારી મેચમાં રમશે રશીદ ખાન, તમીમ ઈકબાલ અને શાકિબ- અલ- હસન

૩૧ મેએ લોર્ડ્સના મેદાન પર થનારી એક ચેરિટી મેચમાં વર્લ્ડ ઈલેવન વતી અફઘાનિસ્તાનનો બોલર રશીદ ખાન, બંગલા દેશના તમમી ઈકબાલ અને શાકિબ- અલ- હસન રમશે. વેસ્ટ ઈન્ડીઝમાં ગયા વર્ષે આવેલા વાવાઝોડામાં અનેક સ્ટેડિયમોને પારાવાર નુકશાન થયું હતું અને એના માટે નાણાં એકઠાં કરવા આ મેચ રમાશે. વેસ્ટ ઈન્ડીઝ વિરૂદ્ધ વર્લ્ડ ઈલેવનની આ મેચમાં વર્લ્ડ ઈલેવન વતી પાકિસ્તાનનો શાહિદ આફ્રિદી અને શોએબ માલિક અને શ્રીલંકાનો થિસારા પરેરા પણ રમશે. આ ટીમનો કેપ્ટન ઓઈન મોર્ગન છે. આ ટીમના બીજા ખેલાડીઓનાં નામ ટૂંક સમયમાં જાહેર થશે.

(4:35 pm IST)
  • અમેરિકા - ટેનેસીનાં નેશવીલમાં એક વેફલ હાઉસમાં રવિવવારે થયેલ ભયંકર ગોળીબાર કરનાર કથિત નગ્ન હુમલાખોર, ૨૯ વર્ષીય ટ્રાવીસ રેનકિંગને પોલીસે દબોચી લીધો : ગઈકાલની દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં કુલ ૪ લોકો માર્યા ગયા હતા અને ૪ ઘાયલ થયા હતા : મેટ્રો નેશવીલ પોલીસ ડીપાર્ટમેન્ટે હુમલાખોરની ધરપકડ થયાનું જણાવ્યું હતું access_time 12:02 am IST

  • રાજકોટ આજીડેમમાંથી નારણ સોલંકી નામના શખ્શની લાશ મળી : ફાયરબ્રિગેડની ટીમે લાશને પાણીમાંથી બહાર કાઢી : પોલીસે તપાસ શરુ કરી access_time 11:53 am IST

  • દિલ્હીનો ખૂંખાર માફિયા ઠાર : નવી દિલ્હી નજીક નોઇડા ખાતે ખૂંખાર માફિયા બલરાજ ભટ્ટી એસટીએફ સાથેનાં એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે access_time 9:59 pm IST