Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

આઈપીએલ : પોઈન્ટ ટેબલ

અંતિમ મેચ જીતી પંજાબ ફરી પ્રથમ સ્થાન પર

         બેંગલોર, તા. ૨૪ : ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧માં આવતીકાલે ચેન્નાઇ સુપર અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રોમાંચક મેચ રમાનાર છે. બન્ને ટીમો જીતના સિલસિલાને જાળવી રાખવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. અલબત્ત ધોનીની ટીમને ફેવરીટ ગણવામાં આવે છે.  આ મેચનુ પ્રસારણ આવતીકાલે રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે. ધોનીના નેતત્વમાં આ ટીમ ફરી એકવાર પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી જવા માટે સજ્જ છે. વિરાટની ટીમમાં તે પોતે ઉપરાંત એબી ડિવિલિયર્સ પણ છે.  બન્ને ટીમો ધરખમ ટીમો હોવાથી મેચ હાઇ પ્રોફાઇલ બની રહેશે.હજુ સુધી આઇપીએલમાં ચેન્નાઇએ પાંચ મેચો રમી છે જે પૈકી ચારમાં જીત થઇ છે. બીજી બાજુ કિંગ્સ ઇલેવન પંજાબે આ વખતે તમામને પ્રભાવિત કર્યા છે. પોઇન્ટ ટેબલમાં કિંગ્સ ઇલેવન પંજાબ ફરી એકવાર પ્રથમ સ્થાન પર છે.  પોઇન્ટ ટેબલ નીચે મુજબ છે.

ટીમ

મેચ

જીત

હાર

પોઈન્ટ

રનરેટ

કિંગ્સ ઇલેવન પંજાબ

૧૦

૦.૩૯૪

ચેન્નાઈ સુપર કિંગ્સ

૦.૭૪૨

કોલકાતા નાઇટ રાઇડર્સ

૦.૫૭૨

સનરાઈઝ હૈદરાબાદ

૦.૩૦૧

રાજસ્થાન રોયલ્સ

-૦.૮૦૧

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

-૦.૪૮૬

મુંબઇ ઇન્ડિયન્સ

૦.૩૧૭

દિલ્હી ડેરડેવિલ્સ

-૧.૦૯૭

(12:32 pm IST)
  • રાજકોટ આજીડેમમાંથી નારણ સોલંકી નામના શખ્શની લાશ મળી : ફાયરબ્રિગેડની ટીમે લાશને પાણીમાંથી બહાર કાઢી : પોલીસે તપાસ શરુ કરી access_time 11:53 am IST

  • પાટણનાં મીઠીધારીયાલ ગામ પાસે જીપનો થયો ભયંકર અકસ્માત : અકસ્માતમાં ત્રણ લોકોના મોત : ઘણા લોકો ઘાયલ થયા હોવાનું પ્રાથમિક જાણવા મળી રહ્યું છે. access_time 8:43 pm IST

  • IPL 2018 : લો સ્કોરિંગ મેચમાં પંજાબનો દિલ્હી સામે ચાર રને વિજય : દિલ્હીની સતત પાંચમી હાર, પંજાબની સતત ચોથી જીત : શ્રેયસ ઐય્યરના 57 રન દિલ્હીને જીતાડી શક્યા નહીં : પંજાબે છેલ્લા બોલે દિલ્હીને 4 રને હરાવ્યું access_time 11:45 pm IST