Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

ચેન્નાઇ અને બેંગલોર વચ્ચે રોચક જંગ થવાની શક્યતા

ધોની અને વિરાટ કોહલી બુધવારે આમને સામને : ચેન્નાઇ સુપર શાનદાર દેખાવને જાળવી રાખવા સુસજ્જ ડિવિલિયર્સ, કોહલી, ધોની સહિત સ્ટાર પર નજર રહેશે

બેંગલોર,તા. ૨૪ : ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧માં આવતીકાલે ચેન્નાઇ સુપર અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રોમાંચક મેચ રમાનાર છે. બન્ને ટીમો જીતના સિલસિલાને જાળવી રાખવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. અલબત્ત ધોનીની ટીમને ફેવરીટ ગણવામાં આવે છે.  આ મેચનુ પ્રસારણ આવતીકાલે રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે. ધોનીના નેતત્વમાં આ ટીમ ફરી એકવાર પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી જવા માટે સજ્જ છે. વિરાટની ટીમમાં તે પોતે ઉપરાંત એબી ડિવિલિયર્સ પણ છે.  બન્ને ટીમો ધરખમ ટીમો હોવાથી મેચ હાઇ પ્રોફાઇલ બની રહેશે.હજુ સુધી આઇપીએલમાં ચેન્નાઇએ પાંચ મેચો રમી છે જે પૈકી ચારમાં જીત થઇ છે. બીજી બાજુ કિંગ્સ ઇલેવન પંજાબે આ વખતે તમામને પ્રભાવિત કર્યા છે.  અત્રે નોંધનીય છે કે, સાતમી એપ્રિલ શનિવારના દિવસે ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ ટૂર્નામેન્ટની શરૂઆત થઇ હતી.  વર્તમાન હાઇ પ્રોફાઇલ આઇપીએલમાં કુલ ૬૦ ટ્વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. ખાસ કરીને ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવર્ણ તક છે. આઇપીએલ-૧૧માં પણ ટ્વેન્ટી વર્લ્ડ કપની જેમ જ  ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળે તેવી શક્યતા છે. તમામ ચાહકોમાં જોરદાર ક્રિકેટ ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ વખતે ચાહકોને બે ખેલાડી જોવા મળી રહ્યા નથી. બોલ ટેમ્પરિંગના આરોપમાં દોષિત જાહેર થતા સ્ટીવ સ્મીથ અને ડેવિડ વોર્નર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જેથી બન્ને ખેલાડી એક વર્ષ સુધી રમનાર નતી. ઇન્ડિયન પ્રિમિયર લીગની અન્ય વિશેષતા એ છે કે, આઈપીએલ-૧૧માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમી રહ્યા છે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે. મેચ દરમિયાન કોઇ અંધાધુંધી ન થાય તે માટે તમામ પગલા લેવામાં આવ્યા છે. રાજસ્થાન રોયલ્સ પોઇન્ટ ટેબલમાં સંતોષજનક સ્થિતી હાલમાં ધરાવે છે. બન્ને ટીમો પોત પોતાની રીતે તમામ તાકાત લગાવી દેવા માટે સજ્જ દેખાઇ રહી છે. બીજી બાજુ સારી બાબત એ છે કે હજુ સુધી આઇપીએલ-૧૧ની તમામ મેચો હજુ સુધી ખુબ રોમાંચિત થઇ છે. આવી સ્થિતીમાં આ મેચ વધારે રોમાંચક રહી શકે છે. વિરાટ કોહલી અને ડિવિયર્સ જેવા ખેલાડી શાનદાર ફોર્મમાં હોવાના કારણે ધોનીના નેતૃત્વમાં રહેલી ટીમ સામે કેટલાક નવા પડકારો રહેશે. જો કે રોયલ ચેલેન્જર્સનો દેખાવ હજુ સુધી અપેક્ષા મનુજબ રહ્યો નથી. તેની  પાસે સૌથી ધરખમ ખેલાડી હોવા છતાં પાંચ મેચોમાં હજુ સુધી માત્ર બે મેચોમાં જીત થઇ છે. અને તે છેલ્લા ક્રમાંકથી થોડાક ઉપર છે. આવી સ્થિતીમાં વિરાટ કોહલી પાસે પોતાની ટીમના દેખાવને વધુ સુધારી દેવાની વ્યાપક તક રહેલી છે. મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. બેંગલોરમાં આ મેચ હોવાથી ચાહકો રોમાંચ અનુવ કરી રહ્યા છે. છગ્ગા અને ચોગ્ગાની રમઝટ પણ મેચમાં જોવા મળનાર છે. બન્ને ટીમો નીચે મુજબ છે.

રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર : વિરાટ કોહલી  (કેપ્ટન), અલી, એન્ડરસન, એમ અશ્વિન, વાયએસ ચહેલ, એ ચૌધરી, ગ્રાન્ડહોમ, ડીકોક, દેશપાંડે, ડિવિલિયર્સ, જોશી, ખાન, ખેરજોલિયા, મેક્કુલમ, મનદીપ, સિરાજ, નેગી, પાર્થિવ પટેલ, સૈની, સાઉથી, વ્હોરા, વોશિંગ્ટન સુંદર, વોક્સ, ઉમેશ યાદવ.

ચેન્નાઈ સુપર કિંગ્સ : આસિફ, બિલિંગ્સ, બિશ્નોઈ, બ્રાવો, ચહેર, ધોની (કેપ્ટન), પ્લેસીસ, હરભજન, તાહીર, જાડેજા, જાધવ, જગદીશન, શર્મા, મોનુ કુમાર, લુંગીગીડી, રૈના, રાયડુ, સેન્ટનર, શેઠ, શર્મા, સોરે, ઠાકુર, વિજય, વોટસન, વુડ

(12:32 pm IST)