Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

જાડેજાએ ડાઈવ લગાવી બોલને રોકયો છતાં... રેકોર્ડ બની ગયો

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ૨૦ મી મેચમાં ચેન્નાઈ વિરૂદ્ધ સનરાઈઝર્સ હૈદરાબાદ (એસઆરએચ)ના બેટ્સમેનોએ એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. ટીમના કેપ્ટન કેન વિલિયમ્સને ૧૦મી ઓવરમાં બીજા બોલ પર સારો શોટ માર્યો. બોલ મિડવેકેટ તરફ ગયો અને સીએસકેના રવિન્દ્ર જાડેજાએ શાનદાર ડાઈવ મારીને બોલને બાઉન્ડ્રીને અડતા રોકી લીધો. જોકે બીજા ફિલ્ડર ડ્વેન બ્રાવોના હાથથી બોલ છૂટી ગયો અને પાછળ નીકળી ગયો. જાડેજા ફરીથી ઊભો થઈને આગળની તરફ ભાગવા લાગ્યો. જોકે ફાક ડુ પ્લેસિસ તેના પહેલા બોલ સુધી પહોંચી ગયો પરંતુ ત્યાં સુધીમાં બેટ્સમેનો ૪ રન દોડી ગયા હતા. આવું આઈપીએલમાં પહેલીવાર થયું જયારે બેટ્સમેનોએ ૪ રન દોડીને બનાવ્યા હોય.

(3:49 pm IST)