Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

સૌથી લાંબી સિકસર ડિવિલિયર્સે ફટકારી IPLની

બેન્ગલોરનો એ.બી.ડિવિલિયર્સ દિલ્હી સામે યાદગાર ઈનિંગ્સ રમ્યો હતો જેમાં તેણે માત્ર ૩૯ બોલમાં પાંચ સિકસર અને ૧૦ ચોગ્ગાની મદદથી ૯૦ રન ફટકાર્યા હતા. મેચ બાદ ડિવિલિયર્સે કહ્યું હતું કે આજનો દિવસ એવો હતો જેમાં મને બોલ બરાબર દેખાતો હતો, પણ અગાઉની બે મેચમાં હું બોલને સરખી રીતે ફટકારી શકતો ન હોતો. ડિવિલિયર્સે બેન્ગલોરના દર્શકોને વિશ્વના સૌથી શ્રેષ્ઠ દર્શક ગણાવ્યા હતા. દરમ્યાન તે આઈપીએલમાં સૌથી લાંબી (૧૦૬મીટર) સિકસર ફટકારનારો ખેલાડી બન્યો હતો.

(3:45 pm IST)