Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

આઇપીએલ-૧૧ના પરિણામ

પોઇન્ટ ટેબલમાં ચેન્નાઇ-પંજાબ ટોપ પર

મુંબઇ,તા. ૨૩: ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧માં આવતીકાલે ૨૩મી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે જોરદાર જંગ ખેલાશે. આ મેચનુ પ્રસારણ આવતીકાલે રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે. રોહિત શર્માના નેતૃત્વમાં મુંબઇની ટીમ એક પછી એક મેચમાં હારનો સામનો કરી રહી છે જેથી તેના પર હવે જીત મેળવી લેવા માટે દબાણ છે. આઇપીએલ-૧૧માં આ વખતે હજુ સુધી રમાયેલી મેચોના પરિણામ નીચે મુજબ રહ્યા છે.

-    સાતમી એપ્રિલના દિવસે રમાયેલી પ્રથમ મેચમાં ચેન્નાઇ સુપરે મુંબઇ ઇન્ડિયન્સ પર એક વિકેટે જીત મેળવી લીધી હતી. આ મેચ મુંબઇ ખાતે રમાઇ હતી

-    આઠમી એપ્રિલના દિવસે રમાયેલી બીજી મેચમાં દિલ્હી ડેરવેવિલ્સ પર કિગ્સ ઇલેવન પંજાબે મોહાલીમાં જીત મેળવી હતી. આ જીત છ વિકેટથી રહી હતી.

-    આઠમી એપ્રિલના દિવસે રમાયેલી ત્રીજી મેચમાં કોલકત્તામાં બેંગલોર પર નાઇટ રાઇડર્સે ચાર વિકેટે જીત મેળવી હતી

-    નવમી એપ્રિલના દિવસે રમાયેલી ચોથી મેચમાં હૈદરાબાદ ખાતે સનરાઇઝે રાજસ્થાન રોયલ્સ પર નવ વિકેટે જીત મેળવી લીધી હતી

-    દસમી એપ્રિલના દિવસે રમાયેલી પાંચમી મેચમાં ચેન્નાઇ ખાતે કોલકત્તા પર ચેન્નાઇએ પાંચ વિકેટે જીત મેળવી હતી

-    ૧૧મી એપ્રિલના દિવસે જયપુરમાં દિલ્હી પર રાજસ્થાને ૧૦ રને જીત મેળવી હતી

-    ૧૨મી એપ્રિલના દિવસે સાતમી મેચમાં હૈદરાબાદ ખાતે મુંબઇ પર સનરાઇઝે એક વિકેટે જીત મેળવી લીધી હતી

-    ૧૩મી એપ્રિલના દિવસે રમાયેલી આઠમી મેચમાં પંજાબ પર બેંગલોરે ચાર વિકેટે  શાનદાર જીત મેળવી લીધી હતી

-    ૧૪મી એપ્રિલના દિવસે રમાયેલી નવમી મેચમાં મુંબઇ ખાતે મુંબઇ પર દિલ્હીએ સાત વિકેટે જીત મેળવી લીધી હતી

-    ૧૪મી એપ્રિલના દિવસે કોલકત્તામાં રમાયેલી દસમી મેચમાં કોલકત્તા પર સનરાઇઝે પાંચ વિકેટે જીત મેળવી લીધી હતી

-    ૧૫મી એપ્રિલના દિવસે બેંગ્લોરમાં રમાયેલી ૧૧મી મેચમાં બેંગલોર પર રાજસ્થાને ૧૯ રને જીત મેળવી હતી

-    ૧૫મી એપ્રિલના દિવસે મોહાલીમાં રમાયેલી ૧૨મી મેચમાં પંજાબે ચેન્નાઇ પર ચાર રન જીત મેળવી લીધી હતી

-    ૧૬મી એપ્રિલના દિવસે કોલકત્તામાં દિલ્હી પર ૧૩મી મેચમાં કોલકત્તાએ ૭૧ રને જીત મેળવી લીધી હતી

-    ૧૭મી એપ્રિલના દિવસે  ૧૪મી મેચમાં મુંબઇમાં મુંબઇએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પર ૪૬ રને જીત મેળવી લીધી હતી

-    ૧૮મી એપ્રિલના દિવસે  ૧૫મી મેચમાં જયપુરમાં કોલકાતાએ રાજસ્થાન રોયલ્સ પર સાત વિકેટે જીત મેળવી લીધી હતી

-    ૧૯મી એપ્રિલના દિવસે  ૧૬મી મેચમાં પુણેમાં કિંગ્સ ઇલેવન પંજાબની સનરાઇઝ હૈદરાબાદ પર ૧૫ રને જીત મેળવી લીધી હતી

-    ૨૦મી એપ્રિલના દિવસે  ૧૭મી મેચમાં કોલકાતામાં ચેન્નાઈ સુપર કિંગ્સની રાજસ્થાન રોયલ્સ ઉપર ૬૪ રને જીત મેળવી લીધી હતી

-    ૨૧મી એપ્રિલના દિવસે  ૧૮મી મેચમાં કોલકાતામાં કોલકાતા સામે પંજાબની નવ વિકેટે જીત

-    ૨૧મી એપ્રિલના દિવસે  ૧૯મી મેચમાં બેંગ્લોરમાં રોયલ ચેલેન્જર્સની દિલ્હી ઉપર છ વિકેટે જીત

-    ૨૨મી એપ્રિલના દિવસે હૈદરાબાદમાં સનરાઇઝ પર ચેન્નાઇ સુપરની ચાર રને જીત થઇ

-    ૨૨મી એપ્રિલના દિવસે જયપુરમાં મુંબઇ પર રાજસ્થાનની ત્રણ વિકેટે જીત થઇ

(1:12 pm IST)