Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ભારતીય એથ્લિટો કોચ અને સપોર્ટ સ્ટાફ વગર ટોકયો ઓલમ્પિકસમાં જશેઃ પરેશાની ભોગવશે

ઓલિમ્પકસમાં જશે ઓલિમ્પિકસની આયોજક સમિતિએ કેટલાક દિવસ પહેલાં જાહેર કર્યું હતું કે આ વર્ષે યોજાનારી ટોક્યો ઓલમ્પિકસમાં વિદેશી પ્રેક્ષકોને પ્રવેશ આપવામાં નહીં આવે. સમિતિના આ નિર્ણયને લીધે જે ભારતીય એથ્લિટ્સના કોચ કે પર્સનલ ટ્રેઇનર વિદેશી છે તેમને માટે તકલીફ ઊભી થઈ શકે છે. ઓલિમ્પિકસના પાછલા સંસ્કરણમાં સપોર્ટ સ્ટાફ, કોચને આયોજક દેશો પાસેથી કોઈ સુવિધા આપવામાં નહોતી આવી અને તેમણે જાતે ભાડું ભરીને પોતાના રહેવાની વ્યવસ્થા કરવી પડી હતી. આ ઉપરાંત તેમણે જાતે ટિકિટ ખરીદી અથવા રોજનો પાસ બનાવીને એથ્લિટ્સ પાસે પહોંચવું પડતું હતું. એવામાં આ વર્ષે વિદેશી  પ્રેક્ષકોને પ્રવેશ ન આપવાના નિર્ણયને લીધે રેસલર બજરંગ પુનિયા, શૂટર રાહી સર્નોબત જેવા એથ્લિટ્સને તકલીફ પડી શકે છે.

(4:08 pm IST)