Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

સોફટ સિગ્નલ આઉટની બબાલ

ભારત-ઇંગ્લૅન્ડ સિરીઝ બાદ ન્યુઝીલેન્ડ-બંગલા દેશની સિરીઝ દરમ્યાન પણ સૉફ્ટ સિગ્નલ આઉટની બબાલ થઈ હતી. વાસ્તવમાં બંગલા દેશની ૧૫મી ઓવરના પાંચમા બોલ પર તમીમ ઇકબાલે શૉટ ફટકાર્યો હતો. આ ઓવર કાયલ જેમિસન નાખી રહ્યો હતો. તમીમે શૉટ ફટકારતાં હવામાં રહેલો બોલ કેચ કરવાનો જેમિસને પ્રયાસ કર્યો હતો. તેણે કૅચ તો પકડી લીધો હતો, પણ તેનો હાથ જમીનને અડી ગયો હતો. ફીલ્ડ અમ્પાયરે તેને સૉફ્ટ સિગ્નલ દ્વારા આઉટ આપ્યો હતો, પણ થર્ડ અમ્પાયરે પછીથી એ કેચ તપાસવાનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ તમીમને નૉટઆઉટ આપવામાં આવતાં સૉફ્ટ સિગ્નલ ફરીથી ચર્ચાનો વિષય બન્યું હતું.

(4:08 pm IST)