Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

કૃણાલ પંડ્યાનો આજે જન્મ દિવસઃ બોર્ડની પરીક્ષામાં ૩ વાર નાપાસ અને સરકારી નોકરી પણ છોડેલ

ગઈકાલે ઇંગ્લેન્ડ સામે પોતાના ડેબ્યુ મેચમાં અફલાતૂન પ્રદર્શન કરનાર

મુંબઈ,તા. ૨૪: વડોદરા ટીમનો કેપ્ટન કૃણાલ, ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો ભાઇ છે. જન્મદિવસના એક દિવસ પહેલા જ કૃણાલને ભારત તરફથી વનડેમાં ડેબ્યુ કરવાનુ સૌભાગ્ય પ્રાપ્ત થયુ છે. તક મળતાની સાથે જ તેણે અર્ધશતક મારીને જબરદસ્ત ડેબ્યુ કર્યુ હતુ.

કૃણાલે ક્રિકબઝ સાથે વાત કરતા જણાવ્યું કે તેના અને હાર્દિકના ખાસ મિત્રો નહોતા. બંને સ્કુલ જતા હતા અને પછી ગ્રાઉન્ડ પર. કૃણાલ ૧૦માં ધોરણમાં ૩ વાર ફેઇલ થયો પણ તેણે હાર ન માની અને બાદમાં કોલેજ પણ પૂરી કરી. કયાંક ને કયાંક એવો ડર હતો કે જો ક્રિકેટમાં કંઇ નહી થાય તો શિક્ષા જરૂરી છે.

કૃણાલ અને હાર્દિકે ઝીરોમાંથી હીરો બનવા માટે ખુબ મહેનત કરી છે. એક ખાસ ઇન્ટરવ્યૂમાં કૃણાલે કહ્યું હતુ કે તેને સરકારી નોકરી પણ મળી હતી. ક્રિકેટ માટે તેણે સરકારી નોકરીની ઓફર પણ ઠુકરાવી દીધી હતી.

કૃણાલે જણાવ્યું કે ૨૫-૩૦ હજાર રૂપિયાની નોકરી માટે મેં કયારેય મહેનત નહોતી કરી પરંતુ ક્રિકેટ માટે છેલ્લા ૩ વર્ષથી મહેનત કરી હતી. સૈયદ મુસ્તાક અલી ટ્રોફીની બીજા દિવસે મેચ હતી હું ત્યાં ગયો રમ્યો અને સિલેકટ થયો. હાર્દિક પહેલાથી જ એ ટીમમાં હતો.

કૃણાલે ખુલાસો કર્યો કે ૬ વર્ષની ઉંમરમાં જ તેના પિતાએ બંને ભાઇઓનુ ટેલેન્ટ ઓળખી લીધુ હતુ. તે લોકો સુરતમાં રહેતા હતા અને ભાઇઓના ક્રિકેટ માટે જ સુરતમાંથી વડોદરા શિફ્ટ થઇ ગયા હતા. પિતાએ તેમનો ધંધો છોડીને બંને ભાઇના ફ્યુચર માટે શહેર બદલી નાંખ્યુ હતુ. (

(3:18 pm IST)