Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

IPL 2021: દિલ્હી કેપિટલ્સને લાગી શકે ઝટકો ઇજાને લઇને શ્રેયસ ઐયરનાં રમવા પર અનિશ્ચિતતાના વાદળ

શ્રેયસ ઐયરના ડાબા ખભામાં ઇજા પહોંચી: આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન છે

મુંબઈ :ભારતીય બેટ્સમેન શ્રેયસ ઐયર તેના ખભાનાં હાડકુ ખસકી જવાને લઇને ઇજા પામ્યો છે. પુણેમાં રમાઇ રહેલી ભારત અને ઇંગ્લેંડ  વચ્ચેની વન ડે શ્રેણીની પ્રથમ મેચમાં ફિલ્ડીંગ દરમ્યાન શ્રેયસ ને ઇજા પહોંચી હતી. જેને લઇને હવે આગામી 9મી એપ્રિલ થી શરુ થનારી ઇન્ડીયન પ્રિમીયર લીગમાં રમવાને લઇને હવે શંકાજનક સ્થિતિ પેદા થઇ ગઇ છે. આમ આ ઇજાને લઇને હવે ટીમ ઇન્ડીયાની સાથે સાથે હવે દિલ્હી કેપીટલ્સને પણ મોટો ઝટકો લાગી છે.

આ ઘટના ઇંગ્લેંડની બેટીંગ ઇનીંગની આઠમી ઓવરની છે. જ્યારે શાર્દુલ ઠાકુરના બોલ પર જોની બેયરસ્ટોના શોટ પર બોલને રોકવા માટે શ્રેયસ ઐયરએ ડાઇવ લગાવી હતી. તે દર્દથી ખૂબ પિડાવા લાગ્યો હતો. અને ખભાને પકડીને મેદાનથી બહાર જવા લાગ્યો હતો. શ્રેયસ ઐયર આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન છે. બીસીસીઆઇએ મેડિકલ અપડેટમાં કહ્યુ છે કે, શ્રેયસ ઐયરના ડાબા ખભામાં ઇજા પહોંચી છે. આઠમી ઓવરમાં ફીલ્ડીંગ દરમ્યાન તેના ડાબા ખભાનુ હાડકું ખસકી ગયુ છે.

રોહિત શર્માને પણ બેટીંગ દરમ્યાન જમણી કોણીમાં ઇજા પહોંચી હતી. તેને પણ પિડા થઇ આવવાને લઇને તે ફિલ્ડીંગ થી દુર રહ્યો હતો. શ્રેયસ ની કેપ્ટનશીપમાં દિલ્હી કેપિટલ્સ પાછળની આઇપીએલ સિઝનમાં ફાઇનલ સુધી ટીમ પહોંચી શકી હતી. ખભાનુ હાડકુ ખસકવાને લઇને સ્વસ્થ થવાાં છ સપ્તાહ જેટલો સમય લાગી શકે છે. તેમજ સર્જરી કરવા પર તેના થી પણ વધારે સમય લાગી શકે છે. આમ હવે તેના આઇપીએલ રમવાને લઇને સંદેહ પેદા થઇ ચુક્યો છે.

(11:24 am IST)