Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

કવોરન્ટાઈન અથવા જેલ

લોકડાઉનને ફોલો નહીં કરનારાઓ પર ભડકતાં ગૌતમ ગંભીરે કહ્યું...

નવીદિલ્હીઃ ભૂતપૂર્વ ક્રિકેટર અને ગૌતમ ગંભીરનું કહેવું છે કે લોકોના ખૂબ ચુસ્તપણે નિયમ ફોલો કરવાનું કહેવાયું છે. ભારતમાં કોરના વાઈરસના કેસ ૪૦૦નો આંકડો ક્રોસ કરી ગયો છે. લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે, પરંતુ એમ છતાં ઘણા લોકો રસ્તા પર જોવા મળી રહ્યા છે. ઘણા લોકો હજી પણ કોરોના વાઈરસને સિરિયસ્લી નથી લઈ રહ્યા અને જાણે સેલિબ્રેશન ચાલતું હોય એમ રસ્તા પર નીકળી પડે છે. આથી ગુસ્સે થઈને ગૌતમ ગંભીરે ટ્વીટ કર્યું હતું કે 'તમે તમારી ફેમીલીને પણ સાથે લઈને જઈ શકો છો, પછી એ કવોરન્ટીન હોય કે જેલ. તમે સોસાયટી કે શહેર માટે ખતરો નહીં બની શકો. ઘરમાં રહો. જોબ અને બિઝનેસ સાથે આ લડાઈ નથી. આપણી આ લડાઈ લાઈફ સાથે છે. લોકો જે સેવા અને સર્વિસ પૂરી પાડી રહ્યા છે એમાં તમે અવરોધ ન બનો. લોકડાઉનને ફોલો કરો. જય હિન્દ'

(3:46 pm IST)