Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

ઈન્ટરનેશનલ કમિટીના એજન્ડામાં નથી ઓલિમ્પિક કેન્સલ કરવાનું

એકાદ મહિનામાં નિર્ણય લેવાશેઃ છ મહિના મુલત્વી રહી શકે

મેડ્રિડઃ ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીનું કહેવું છે કે ૨૦૨૦ ટોકયો ઓલિમ્પિક  કેન્સલ કરવી અમારા એજન્ડામાં નથી. દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાઈરસને કારણે તમામ ઈવેન્ટ કેન્સલ કરવામાં આવી છે. જો કે ૨૦૨૦ ટોકયો ઓલિમ્પિકને લઈને હજી પણ સવાલ ઊઠી રહ્યા છે. આ ઈવેન્ટ કેન્સલ કરવી કે પછી પોસ્ટપોન્ડ કરવી એ વિશે ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના  પ્રેસિડેન્ટ થોમસ બેચનું કહેવું છે કે 'આગામી ચાર અઠવાડિયામાં આ વિશે નિર્ણય લેવામાં આવશે. ટોકયો ગેમ્સને કેન્સલ કરવાનું હજી સુધી અમારા એજન્ડામાં નથી. કોઈપણ વસ્તુ કરતાં હ્યુમન લાઈફ વધુ મહત્વની છે, જેમાં આ ગેમનો પણ સમાવેશ છે. અમે દરેક પરિસ્થિતિથી રૂબરૂ થઈને આ વિશે વિચારી રહ્યા છીએ. દરેક વ્યકિતએ સાથે સહમત છે કે નકકી કરેલી તારીખે આ ગેમ રમાડવી શકય નથી. જો આ ક્રાઈસિસનો નિવેડો મે મહિના સુધીમાં ન આવ્યો તો અમે એ પોસ્ટપોન્ડ કરીશું. અમારો પ્લાન સી ગેમને ૬ મહિના અથવા તો એક વર્ષ સુધી પોસ્ટપોન્ડ કરવાનો છે.'

(3:45 pm IST)