Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

બીડબ્લ્યુએફ થોમસ એન્ડ ઉબેર કપ ફાઈનલ્સ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં મેચ ડ્રો

નવી દિલ્હી: ભારતને બેંગકોકમાં યોજાનાર બીડબ્લ્યુએફ થોમસ એન્ડ ઉબેર કપ ફાઈનલ્સ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં સરળ ડ્રો મળ્યો છે. જેના કારણે ભારતીય ખેલાડીઓની નોકઆઉટમાં પહોંચવાની શક્યતા વધી ગઈ છે. 
થાઈલેન્ડની રાજધાની બેંગકોક ખાતે આ પ્રતિષ્ઠિત બેડમિન્ટન ટૂર્નામેન્ટ ૨૦થી ૨૭ મે દરમિયાન યોજાશે. ભારતની પુરુષ અને મહિલા બન્ને ટીમોને આ ટૂર્નામેન્ટમાં એ ગ્રુપમાં રાખવામાં આવી છે. ભારતીય મહિલા ટીમની સાથે એ ગ્રુપમાં ૫ વખતની ચેમ્પિયન જાપાન, કેનેડા અને ઓસ્ટ્રેલિયાને સ્થાન આપવામાં આવ્યુ છે જ્યારે ભારતીય પુરુષ ટીમ સાથે એ ગ્રુપમાં ચીન, ફ્રાંસ અને ઓસ્ટ્રેલિયાને સ્થાન મળ્યુ છે. ભારતીય મહિલા ટીમને ટૂર્નામેન્ટમાં પાંચમો ક્રમ અપાયો છે જ્યારે ભારતીય પુરુષ ટીમને ૮મો ક્રમ અપાયો છે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો નોકઆઉટમાં પહોંચશે. ભારતના બન્ને ગ્રુપમાં પ્રમાણમાં નબળી ટીમો મળી હોવાથી નોકઆઉટમાં પહોંચવાની શક્યતા વધી છ. 
મહિલા ગ્રુપ સાથે જાપાનને બાદ કરતા કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવી નબળી ટીમો છે જેથી આ ગ્રુપમાં ભારત અને જાપાન સરળતાથી નોકઆઉટમાં પહોંચી શકે છે જ્યારે પુરુષ ગ્રુપમાં ચીનને બાદ કરતા ફ્રાંસ અને ઓસ્ટ્રેલિયા જેવી નબળી ટીમો છે, જેથી ભારત અને ચીન નોકઆઉટ ગ્રુપમાં પહોંચી શક છે.

(6:06 pm IST)