Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

નવ વર્ષ પછી કરાચીના મેદાનમાં થશે કંઈક ખાસ

નવી દિલ્હી: પાકિસ્તાનના સૌથી મોટા શહેરમાં નવ વર્ષ પછી પહેલીવાર મોટા પાયા પર ક્રિકેટ થશે જયારે નેશનલ સ્ટેડિયમ પર પાકિસ્તાન સુપર લીગની ફાઇનલ રમાશે.

ઇસ્લામાબાદ યુનાઇટેડ અને ગયા વર્ષની ચેમ્પિયન પેશાવર જુલ્મી વચ્ચે ટી-20 ફાઇનલ માટે 8000થી વધુ સુરક્ષાકર્મી તૈનાત કરવામાં આવશે. કરાંચીમાં ફેબ્રુઆરી 2009માં શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ મેચ પછી આવા સ્તર પર પહેલી મેચ અહીંયા રમવાની છે. શ્રીલંકા ટીમ પર થયેલ આંતકવાદી  હુમલામાં  છ પોલીસકર્મી અને બે નાગરિકોના મોત નિપજ્યા હતા અને શ્રીલંકાના છ ક્રિકેટરો ઘાયલ થયા હતા. ત્યાર પછી પાકિસ્તાનમાં આંતરરાષટીરય મેચનું આયોજન કરવામાં આવ્યું નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પોતાના ત્યાર પછીના ઘરેલુ મેચ યુએઈમાં રમ્યા છે.

(6:07 pm IST)