Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

2019 પછી ક્રિકેટની દુનિયાને અલવિદા કહેશે આ કેરિબિયન ખેલાડી

નવી દિલ્હી: કેરિબિયન ખિલાડી ક્રિસ ગેલે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાના ભવિષ્યને લઈને મોટી જાહેરાત કરી છે ગેલે કહ્યું છે કે વર્લ્ડ કપ તેના ઇન્ટરનેશનલ કેરિયરનો અંતિમ વર્લ્ડ કપ હશે. જેના માટે તે સંપૂર્ણ રીતે ફિટ રહેવા માંગે છે અને તેનું ધ્યાન પણ તેના પર જ રહેશે.

તમને જણાવી દઈએ કે વેસ્ટઈન્ડિઝે આઈસીસી વર્લ્ડ કપમાં ક્વાલિફાયર થવા માટે ડકવર્થ પધરતીથી સ્કોટલેન્ડને 5 રને માત આપ્યા પછી ગેલે કહ્યું કે વધુ એક વિશ્વ કપ રમીને હું ખુબ ખુશ છું હું તેના માટે ફિટ રહેવા માંગુ છું અને આ મારો અંતિમ વર્લ્ડ કપ હશે મારુ પૂરું ધ્યાન તેના પર અટકેલું છે.

(6:04 pm IST)