Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

સુપ્રસિદ્ધ ગોલ્ફર ટાઈગર વુડ્સને કાર અકસ્માતઃ સંખ્યાબંધ ફ્રેકચર

મોટરમાંથી માંડ માંડ બહાર કાઢયોઃ ૧૫ વર્લ્ડ ટૂર્નામેન્ટ જીતનાર

લોસ એન્જિલસ (યુ.એસ.એ.): વિશ્વ પ્રસિદ્ધ ગોલ્ફર ટાઈગર વુડસને અહીં એક કાર અકસ્માત નડતા તેના પગમાં અનેક જગ્યાએ ફ્રેકચર થયા છે. મોટરમાંથી માંડ-માંડ તેને બહાર કાઢવામાં આવેલ અને તાત્કાલિક ઓપરેશન હાથ ધરવામાં આવેલ છે.

અકસ્માત સમયે ગોલ્ફર ટાઈગર વુડસ મોટરમાં એકલો હતો. ૪૫ વર્ષનો ટાઈગર ભારે સ્પીડથી ગાડી ચલાવતો હતો અને કાબુ ગુમાવી ડિવાઈડર સાથે અથડાયેલ. વિશ્વની ૧૫ શ્રેષ્ઠ ગોલ્ફ ચેમ્પીયનશીપ જીતી ગયો છે અને વિશ્વના સર્વશ્રેષ્ઠ ગોલ્ફર માહેના એક ગણાય છે.

(10:15 am IST)
  • વાહ !!! ક્લાઈમેટ ચેન્જની ચર્ચા દરમિયાન યુએનએસસીની બેઠકમાં ભારતે પ્રથમ વખત સંસ્કૃતનો ઉપયોગ કર્યો : કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન પ્રધાન પ્રકાશ જાવડેકરે શુકલા યજુર્વેદના ટૂંકી સ્તુતિ સાથે ભારતના સંબોધનની શરૂઆત કરી હતી. access_time 11:19 pm IST

  • ગૂગલની પ્રસિદ્ધ એપ્પ ગુગલ પ્લે મ્યુઝિક થશે બંધ : છેલ્લા આઠ વર્ષથી ચાલતી આ એપને સંપૂર્ણપણે બંધ કરવા નિર્ણય :એવું મનાય છે કે ગુગલ પ્લે મ્યુઝિકને યુટ્યુબ મ્યુઝિક એપથી રિપ્લેસ કરાશે :ગૂગલે ડિસેમ્બર 2020માં પ્લે મ્યુઝિકનું સંચાલન બંધ કર્યું હતું જેને હવે યૂટ્યૂબ મયુઈકમાં બદલાવી રહ્યાં છે access_time 11:25 pm IST

  • ત્રંબામાં સાંજે પ્રથમવાર મુખ્યમંત્રીની જાહેરસભા : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આજે સાંજે રાજકોટ શહેર-જિલ્લાની મુલાકાતે છે. તેઓ આજે સાંજે ૭ વાગ્યે ત્રંબા કસ્તુરબાધામ ત્રંબા ખાતે ભાજપનો પ્રચાર કરશે. ગામમાં મુખ્યમંત્રીની ચૂંટણી સભા પ્રથમ વખત યોજાઈ રહી છે. જિલ્લા પંચાયતની ત્રંબા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ભૂપત બોદર ચૂંટણી લડી રહ્યા છે. access_time 4:13 pm IST