Gujarati News

Gujarati News

News of Sunday, 24th February 2019

આજે વિશાખાપટ્ટનમમાં ભારત અને ઓસ્‍ટ્રેલીયાની પ્રથમ ટી 20 પ્રારંભ : વિશ્વકપ પહેલા ખેલાડીઓને અજમાવવાની છેલ્લી તક

નવી દિલ્હીઃ ભારતીય ટીમ આજે પહેલા ટી20 મેચથી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીમિત ઓવરોની સિરીઝની શરૂઆત કરશે જેના માધ્યમથી તે ઈંગ્લેન્ડમાં જનારી વિશ્વકપ ટીમ માટે બાકીના કેટલાક અંતિમ ઉપલબ્ધ સ્થાનો પર મોહર લગાવવા ઈચ્છશે. છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મનો સામનો કરી રહેલા ઓસ્ટ્રેલિયાની ટીમ વિરુદ્ધ સાત મેચોની સિરીઝમાં બે ટી20 આંતરરાષ્ટ્રીય અને પાંચ વનડે આંતરરાષ્ટ્રીય મેચ સામેલ છે અને 30 મેથી ઈંગ્લેન્ડ તથા વેલ્સમાં શરૂ થઈ રહેલા વિશ્વકપ પહેલા આ ભારતની અંતિમ આંતરરાષ્ટ્રીય સિરીઝ હશે.

ટીમમાં મોટાભાગના ખેલાડીઓનું સ્થાન નક્કી છે, માત્ર બે સ્થાન એવા છે જેના માટે વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રી આ બે ટી20 મેચથી વિશ્વકપની ટીમના દાવેદારોનું પ્રદર્શન જોવા ઈચ્છશે. કેપ્ટન વિરાટ કોહલી ત્રણ સપ્તાહ આરામ કર્યા બાદ પરત ફર્યો છે, તે રિષભ પંત અને વિજય શંકર જેવા ખેલાડીઓ પર નજર રાખશે જે આ યાદીમાં જગ્યા બનાવવાના પ્રબળ દાવેદારોમાં સામેલ છે.

વિશ્વકપની દોડમાં દિનેશ કાર્તિકને વનડે ટીમમાંથી બહાર કર્યા બાદ પંતને પોતાનો દાવો મજબૂત કરવાની વધુ કેટલિક તક મળશે. વિજય શંકર માટે પણ પોતાને સાબિત કરવાની સારી તક હશે જે પીઠની ઈજાને કારણે બહાર થયેલા હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં ટીમમાં છે. શંકર દેખાડી ચુક્યો કે તે બેટિંગથી આક્રમક પ્રદર્શન કરી શકે છે. પરંતુ સવાલ તેની બોલિંગ પર છે કે તે કેટલી પ્રભાવશાળી હોઈ શકે છે

(12:43 pm IST)