Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

ટી૨૦ ટીમ ઓફ ધ યરમાં સામેલ થનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી

કિંગ કોહલીના નામ વધુ એક રેકોર્ડ

નવી દિલ્હીઃ આઇસીસી દ્વારા ઇન્ટરનેશનલ ટીમ ઓફ ધ યરની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ટીમ ઇન્ડિયાનો દબદબો જોવા મળ્યો હતો. ટીમ ઓફ ધ યરની આ ટીમમાં ત્રણ ભારતીય ખેલાડીઓને સ્થાન મળ્યુે છે જેમાં વિરાટ કોહલીને પણ સ્થાન મળ્યુ છે. ટીમમાં જગ્યા મળતાની સાથે જ કોહલીએ એક ખાસ રેકોર્ડ તેના નામે કરી લીધો છે.

વિરાટ કોહલી હવે આઇસીસીની વનડે, ટેસ્ટ અને ટી૨૦ ટીમ ઓધ ધ યરમાં શામેલ થવાવાળા દુનિયાના પહેલા ક્રિકેટર બની ગયા છે. આ પહેલા વિરાટ કોહલીને બે વખત ટેસ્ટ ટીમ ઓફ ધ યરમાં જગ્યા મળી ચૂકી છે. આ સાથે જ તેને વનડે ર્ફોમેટ માટે છ વખત આ સિદ્ધિ મેળવી છે. તેનો મતલબ કે વિશ્વના અન્ય કોઇ ક્રિકેટરે આ નથી કરી બતાવ્યુ જે કિંગ કોહલીએ કર્યુ છે.

આઇસીસી ટીમોમાં અત્યાર સુધી વિરાટ કોહલી આઇસીસી ઓડીઆઇ ટીમ ઓફ ધ યરઃ ૨૦૧૨, ૨૦૧૪, ૨૦૧૬(કેપ્ટન), ૨૦૧૭(કેપ્ટન), ૨૦૧૮(કેપ્ટન), ૨૦૧૯(કેપ્ટન)

આઇસીસી ટેસ્ટ ટીમ ઓફ ધ યરઃ ૨૦૧૭(કેપ્ટન), ૨૦૧૮ (કેપ્ટન), ૨૦૧૮(કેપ્ટન)

આઇસીસી ટી૨૦ ટીમ ઓફ ધ યરઃ ૨૦૨૨

એશિયા કપમાં કોહલીએ કર્યુ હતું શાનદાર પ્રદર્શન

આપણે બધા જાણીએ છીએ કે કોહલી એશિયા કપ ૨૦૨૨માં તેના જુના ફોર્મમાં જોવા મળ્યો હતો અને તે ટૂર્નામેન્ટમાં કોહલીએ અફઘાનિસ્તાન સામેની મેચમાં સદી ફટકારીને લગભગ ત્રણ વર્ષની રાહનો અંત આણ્યો હતો. સાથે જ ટી૨૦ ઇન્ટરનેશનલમાં કોહલીની આ પહેલી સદી પણ હતી. જણાવી દઇઅ ેકે એશિયા કપ ૨૦૨૨માં કોહલીએ પાંચ મેચમાં ૨૭૬ રન સાથે ટૂર્નામેન્ટનો બીજો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહયો હતો.

ટી૨૦ વર્લ્ડકપમાં પણ દેખાડયુ હતું શાનદાર પ્રદર્શન

કોહલીએ ટી૨૦ વલ્ડકપમાં પણ તેનું શાનદાર પ્રદર્શન દર્શાવ્યુ હતું. પાકિસ્તાન સામેની મેચમાં કોહલીની અણનમ ૮૨ રનની ઇનિંગ રમી હતી. આ સાથે જ ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૨માં કોહલી સૌથી વધુ ૨૯૬ રન બનાવનાર બેટસમેન બન્યો હતો. જણાવી દઇએ કે કોહલીએ બાંગ્લાદેશ અને શ્રીલંકા સામેની સીરિઝમાં પણ બે સદી ફટકારી હતી.

(3:51 pm IST)