Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

અદાલતનો મોહમ્‍મદ શમીને આદેશઃ પત્‍નીને દર મહિને ૧.૩૦ લાખ રૂપિયા આપજો

વર્ષે ૭ કરોડ રૂપિયાનું રિટર્ન ભરે છે

નવી દિલ્‍હીઃ કલકતાની એક અદાલતે પેસ બોલર મોહમ્‍મદ શમીને આદેશ આપ્‍યો છે કે તેણે તેનાથી અલગ રહેતી પત્‍ની હસીન જહાનને દર મહીને ભરણપોૅષણના ૧.૩૦ લાખ રૂપિયા આપવા પડશે. બન્નેની પુત્રી જહાન સાથે જ રહે છે.

૨૦૧૮માં જહાને અદાલતમાં શમી પાસે ભરણપોષણના મહિને ૧૦ લાખ રૂપિયા આપવાની માગણી કરી હતી, કારણકે એ સમયના શમીના ઇન્‍કમ ટેકસ રિટર્ન મુજબ શમીને વાર્ષિક ૭ કરોડ રૂપિયાની આવક થતી હતી. જોકે શમીના વકીલે અદાલતમાં દલીલ કરી કે ખુદ જહાન પ્રોફેશનલ ફેશન મોડલ છે અને નિયમિત કમાણી કરે છે એટલે ભરણપોષણની મહિનાની ૧૦ લાખ રૂપિયાની રકમ વધુ પડતી કહેવાય. કોર્ટે ૧.૩૦ લાખ રૂપિયા નકકી કર્યા હતા.

(3:39 pm IST)