Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

પૂર્વ ફાસ્ટ બોલર અજિત અગરકર રાષ્ટ્રીય પસંદગી સમિતિના અધ્યક્ષ બનાવની રેસમાં

મુંબઈ : ભારતીય પૂર્વ ઝડપી બોલર અજીત અગરકર રાષ્ટ્રીય પસંદગીકાર બનવાની રેસમાં શામેલ થયા છે. અને તેઓ પસંદગીકાર સમિતિનાં અધ્યક્ષ પણ બની શકે છે. મુંબઈમાં સીનિયર પસંદગી સમિતિનાં પૂર્વ અધ્યક્ષ અગરકર રાષ્ટ્રીય પસંદગીસમિતિનાં અધ્યક્ષ બનવાની રેસમાં છે. .  

   બીસીસીઆઈને આવેદન મોકલવાની અંતિમ તારીખ 24 જાન્યુઆરી નક્કી કરી હતી. અને તેમાં અગરકરનું સૌથી મોટું નામ સામે આવ્યું છે. અજીત અગરકરે 26 ટેસ્ટ, 191 વનડે, અને ત્રણ ટી-20 આંતરરાષ્ટ્રીયમાં મળઈને 349 વિકેટ ઝડપી છે. વનડેમાં તેમનાં નામ પર 288 વિકેટ નોંધાઈ છે.

   બીસીસીઆઈનાં એક અધિકારીએ નામ ના આપવાની શર્તે જણાવ્યું કે અજીતનું આ રેસમાં શામિલ થવું એ અત્યંત રસપ્રદ છે. તેમણે ઘણું વિચારીને આવેદન આપ્યું હશે. જો કોઈને લાગે છે કે શિવા (લક્ષ્‍મણ શિવરામકૃષ્ણન)નું પસંદગી સમિતિનું અધ્યક્ષ બનવું નક્કી છે. તો તેમણે ફરીથી વિચાર કરવો પડશે. હવે એ જેવાનું રસપ્રદ હશે કે પસંદગીકર્તા કોને નક્કી કરવામાં આવે છે.

(12:44 am IST)