Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

પહેલીવાર પુરુષોની સાથે નહિ રમાય વિમેન્સ T- 20 વર્લ્ડ કપ

 અત્યાર સુધી રમાયેલા ICC વિમેન્સ T- 20   વર્લ્ડ કપની સીઝન  પુરુષોની ટુર્નામેન્ટની સાથે જ રમાતી હતી, પરંતુ આ વખતે એવું નહિં થાય. વિમેન્સ T-20 વર્લ્ડ કપ અલગ રમાશે, જેની યજમાની વેસ્ટ ઇન્ડીઝ કરશે.

 આ વર્ષે બેથી ૨૪ નવેમ્બર સુધી થનારી આ ટુર્નામેન્ટની મેચો એન્ટિગા, બર્મુડા, ગયાના અને સેન્ટ લ્યુસિયામાં રમાશે. આ ટુર્નામેન્ટમાં વેસ્ટ ઇન્ડીઝ પોતાનો કપ બચાવવાનો પ્રયાસ કરશે. વેસ્ટ ઇન્ડીઝ ૨૦૧૬માં કોલકતાના ઇડન ગાર્ડન્સમાં થયેલી ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલીયાને ૮ વિકેટથી હરાવીને આ કપ જીત્યો હતો.

(3:44 pm IST)