Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ ન રમાવા પાછળ બોર્ડ નહિં, પરંતુ રાજકારણ છે જવાબદારઃ અખતર

 કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા ઘણા સમયથી ક્રિકેટની પીચ પર દ્વિપક્ષી સિરીઝ નથી રમાઇ. એ વિશે દુઃખ વ્યકત કરતાં ભુતપુર્વ ફાસ્ટ બોલરે આ માટે બંને દેશના ક્રિકેટ બોર્ડને નહિં પણ રાજનીતીને જવાબદાર ગણાવી છે. અખ્તરે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાનના ક્રિકેટરોને રાજનીતીને કારણે બંને દેશો વચ્ચેની ઐતિહાસિક હરીફાઇની તક નથી મળી રહી. આમાં ભારતીય ક્રિકેટ બોર્ડ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને કોઇ ભુલ નથી. બંને બોર્ડ ઇચ્છે છે કે સિરીઝ થાય, કારણ કે એમાં એમનો ફાયદો જ છે.

 ૨૦૦૭ બાદ બંને દેશો વચ્ચે કોઇ પૂર્ણ સમયની દ્રિપક્ષી સિરિઝ  નથી રમાઇ, જેમાં ૨૦૦૮માં મુંબઇમાં થયેલા આતંકવાદી હુમલાએ મહત્વની ભૂમિકા ભજવી હતીે. ભારતમાં ૨૦૧૨માં એક નાનકડી સિરિઝનુંં આયોજન થયું હતું, પરંતુ રાજકીય  તણાવને જોતાં બંને દેશો વચ્ચે ક્રિકેટ સંબધો ફરી શરૂ થાય એવી શકયતા નથી. અખ્તરે કહ્યું હતું કે સિરિઝ ન થવાથી ક્રિકેટરોને પોતાના દેશ માટે રાતોરાત હીરો બનવાની તક નથી મળી રહી. પાકિસ્તાની ક્રિકેટરોને ભારતમાં ઘણો પ્રેમ મળે છે,   ભારતમાં ઘણો પ્રેમ મળે છે,  મને પણ ભારતમાં ઘણો પ્રેમ મળ્યો છે.

 ૧૯૯૯માં કોલકતામાં એશિયન ટેસ્ટ ચેમ્પ્યિનશિપ દરમ્યાન રાહુલ દ્વવિડ અને સચિન તેંડુલકરને સતત આઉટ કરીને શોએબ રાતોરાત સ્ટાર બની ગયો હતો.

શોએબ અખ્તરે કહ્યું હતું કે દ્રિપક્ષી સિરિઝ ત્યાં સુધી શરૂ નહિ થાય જયાં સુધી બંને દેશો વચ્ચે દ્વિપક્ષી વાતચીત શરૂ ન થાય   હાલની પરિસ્થિતિમાં કોઇને પણ ખબર નથી કે ક્રિકેટરની કુટનિતિ કારગર સાબિત થશે કે નહિં. વર્તમાન પરિસ્થિતિ માટે બંને દેશોમાં બોર્ડમાંથી કોઇને પણ જવાબદાર ન ગણાવી શકાય

(3:44 pm IST)