Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં કાલે ફ્રેન્ડલી મેચ રમાશેઃ સૌરવ ગાંગુલી અને જય શાહની ટીમનો આમને-સામને ટકરાશે

અમદાવાદ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની વાર્ષિક સામાન્ય સભા અમદાવાદમાં આવતીકાલે 24 ડિસેમ્બરે મળવાની છે. જો કે તેની પહેલા બુધવારે અહીંના સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમમાં એક ફ્રેન્ડલી મેચ રમાવા જઈ રહી છે. BCCIના ઈલેક્ટોરલ બોર્ડના મેમ્બર્સ આ મેચમાં સામેલ થશે.

આ ફ્રેન્ડલી મેચમાં BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગૂલી અને સચિવ જય શાહની ટીમો આમને-સામને ટકરાશે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આ મેચ ટેનિસ બોલથી રમાશે. જેથી નવા સ્ટેડિયમની પિચથી લઈને ગ્રાઉન્ડને પણ પારખી શકાય.

ઉલ્લેખનીય છે કે, ઈંગ્લેન્ડ વિરુદ્ધ 24 ફેબ્રુઆરીથી ડે-નાઈટ ટેસ્ટ મેચ પણ આજ મોટેરા સ્ટેડિયમ પર રમાવાની છે. 4 મેચોની સિરીઝની ત્રીજી ટેસ્ટ અને ચોથી ટેસ્ટ અહીં જ રમાશે.

1.10 લાખ દર્શકોની ક્ષમતા ધરાવતુ મોટેરા સ્ટેડિયમ સમગ્ર વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. ડે-નાઈટ ટેસ્ટ બાદ 5 મેચોની T-20 ઈન્ટરનેશનલ સિરીઝ પર અમદાવાદના આજ સ્ટેડિયમ પર રમાવાની છે. આ સ્ટેડિયમ પર જ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાયો હતો.

(5:22 pm IST)