Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

ક્રિકેટ બોર્ડના જનરલ મેનેજર તરીકે સબા કરીમની નિયુક્તિ

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડએ પૂર્વ ક્રિકેટર સબા કરીમને ક્રિકેટ સંચાલન માટે બોર્ડમાં જનરલ મેનેજર પદ પર નિયુક્ત કર્યા છે. તેમને કાર્યભાળ 1 જાન્યુઆરી 2018ના રોજ સોંપવામાં આવશે.બીસીસીઆઈ દ્વારા આજે વાતની જાહેરાત કરવામાં આવી છે. પદ પર મુખ્ય રૂપે સબાને ક્રિકેટ વિભાગને રણનીતિક દિશા નિર્દેશ આપવાની, સંચકની યોજનાઓ લાગુ કરવી, બજટ નક્કી કરવું,મેચના નિયમ કાનૂનને લાગુ કરવાના સંબંધમાં નજર રાખવી, મેચનું આયોજન સ્થાનની સ્થિતિ અને ગુણવત્તા ચકાસવી તથા ઘરેલુ કાર્યક્રમોના પ્રશ્ર્નની દેખરેખ રાખવા જેવી જવાબદારી સોંપવામાં આવશે.

(7:48 pm IST)