Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

આ છે ટી-20 મેચમાં સૌથી વધુ મેચ હારનાર ટીમો

નવી દિલ્હી:અત્યારના સમયમાં ટી-૨૦ (T-20) મેચ વધુ પસંદ કરવામાં આવે છે. કેમકે ઓછા સમયમાં સમાપ્ત થવાની સાથે સારી મજા પણ આપે છે. ટી-૨૦ વર્તમાન સમયમાં ક્રિકેટનો સૌથી લોકપ્રિય ફોર્મેટ છે. ક્રિકેટની દુનિયાની બધી ટીમોએ ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરું છે. પરંતુ આજે અમે તમને ટી-૨૦ મેચમાં સૌથી વધુ હારનારી ટીમોને બતાવવા જઈ રહ્યા છે. તો આવો જોઈએ કઈ ટીમે સૌથી વધુ ટી-૨૦ મેચ હારી છે અને કોણ છે ટી-૨૦ ફોર્મેટમાં શ્રીલંકાનું ખાસ સારૂ પ્રદર્શન રહ્યું નથી. ફોર્મેટમાં શ્રીલંકાએ ૧૦૦ ટી-૨૦ મેચ રમી અને જેમાં ૪૭ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ૪૭ ટી-૨૦ મેચ હારવાની બાબતમાં શ્રીલંકાની ટીમ ટોપ પર રહેલી છે.શ્રીલંકાની ટીમ બાદ જે ટીમે સૌથી વધુ ટી-૨૦ મેચ હારી છે, તે બાંગ્લાદેશ ટીમ છે. બાંગ્લાદેશ ટીમને પોતાની આંતરાષ્ટ્રીય ટી-૨૦ ની ૬૯ મેચમાં ૪૬ માં હાર મળી છે. બાબતમાં બાંગ્લાદેશ ચોથા સ્થાન પર છે.ટી-૨૦ આંતરાષ્ટ્રીય મેચમાં સૌથી વધુ હારવાની બાબતમાં ઇંગ્લેન્ડ ટીમ અને પાકિસ્તાનની ટીમ સંયુકતપણે ત્રીજા સ્થાન પર રહેલી છે. ઇંગ્લેન્ડને ૯૬ ટી-૨૦ મેચમાં અને પાકિસ્તાનને ૧૨૦ ટી-૨૦ મેચમાં ૪૫-૪૫ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.ટી-૨૦ મેચમાં સૌથી વહ્ડું હારવાની બાબતમાં ઓસ્ટ્રેલીયન ટીમ ચોથા સ્થાન પર છે. ઓસ્ટ્રેલિયા ટીમને ૯૫ ટી-૨૦ મેચમાં ૪૪ મેચ હાર મળી છે.

(7:47 pm IST)