Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

ડે -નાઈટ ટેસ્ટ : બીજા દિવસની રમતના અંતે બાંગ્લાદેશ 152/6 ભારત જીતથી માત્ર ચાર વિકેટ દૂર :કોહલીએ 136 રન ફટકાર્યા

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કલકત્તાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાય રહેલી ડે-નાઈટ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશ ટોસ જીતી પહેલાં બેટિંગ પસંદ કરી 106 રન પર ઓલઆઉટ થઈ ગયું હતું. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 347 રન બનાવી પહેલી ઈનિંગ ડિકલેર કરી દીધી હતી.

         પહેલી ઈનિંગના આધારે ભારતને 241 રનની લીડ મળી છે. બીજી ઈનિંગમાં બેટિંગ માટે ઉતરેલી બાંગ્લાદેશની ટીમે 6 વિકેટ ગુમાવી 152 રન બનાવ્યા છે. બીજા દિવસની રમત પૂર્ણ થયાં પહેલા તૈજુલ ઈસ્લામ 11 રન બનાવીને આઉટ થયો. મુશ્ફિકુર રહીમ(59 રન) અને તૈજુલ ઈસ્લામ(7 રન) ક્રિઝ પર છે. ભારત માટે વિરાટ કોહલીએ સૌથી વધારે 136 રન બનાવ્યા. કોહલીની આ ટેસ્ટમાં કુલ 27મી સદી છે. તેની સિવાય ચેતેશ્વર પુજારાએ 55 રન અને અજિંક્ય રહાણેએ 51 રન બનાવ્યા.

         બીજા દિવસના અંતે બાંગ્લાદેશનો સ્કોર 6 વિકેટે 152 રન રહ્યો છે. બાંગ્લાદેશ અત્યારે 89 રન પાછળ છે. ભારત તરફથી વિરાટ કોહલીએ સદી ફટકારીને ભારતનો મોટો સ્કોર બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. બાંગ્લાદેશે શરૂઆતમાં જ ચાર વિકેટ ગુમાવી દેતાં ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. વિરાટ કોહલી અને ઈશાંત શર્મા બીજા દિવસના હીરો રહ્યા છે.

(11:48 pm IST)