Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

રોહિતે એક હાથે પકડેલા કેચ પર ચાહકો ફિદા

નવીદિલ્હીઃ ઐતિહાસિક એવી પિન્ક બોલ ટેસ્ટના પહેલા દિવસે રોહિત શર્મા ભલે ૨૧ રન કરીને આઉટ થઈ ગયો હોય, પણ તેણે વિકેટની પાછળ એક હાથ પકડેલા કેચની સૌ કોઈ વાહવાહી કરી રહ્યા છે. કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં બાંગ્લાદેશના મોમિનલ હકની વિકેટ લેવામાં ઉમેશ યાદવને સફળતા મળી હતી અને વિકેટ પાછળ ફીલ્ડિંગ કરી રહેતા રોહિતે ડાઈવ મારીને એક હાથે કેચ પકડયો હતો. સોશ્યલ મીડિયામાં તેનો આ કેચ ઘણો વખણાયો હતો અને ક્રિકેટના ચાહકો તેની તારીફ કરતાં અટકતા નહોતા.

(3:32 pm IST)