Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

ઓસ્ટ્રેલિયાનો ૫૮૦ રનનો પહાડી જુમલોઃ પાક. બીજા દાવમાં ૬૪/૩ : હારના પંથે

વોર્નર ૧૫૪ - લબુસ્ચા ૧૮૫ - વાડેએ ૬૦ રન ફટકાર્યા : પાકિસ્તાનની ઈનિંગથી હાર નિશ્ચિત

ગબ્બા : પાકિસ્તાન સામે પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ પોતાની જીત નક્કી કરી લીધી છે. બીજા દિવસના અંતે વોર્નર બાદ લબુસ્ચાની પણ ફાકડી સદીની મદદથી ઓસ્ટ્રેલિયન ટીમ ૫૮૦ રન બનાવી ઓલઆઉટ થયુ હતું. જંગી દેવા સાથે ઉતરેલી પાકિસ્તાનની ટીમની બીજા દાવમાં પણ ૬૪ રનમાં ૩ વિકેટો પડી ગઈ હતી.

ગઈકાલે ઓસ્ટ્રેલિયાએ એક વિકેટે દાવની શરૂઆત કરતા વોર્નર ૧૫૪ રને આઉટ થયો હતો. ત્યારબાદ લબુસ્ચાએ શાનદાર ૧૮૫ રન બનાવી આઉટ થયો હતો. વાડે ૬૦ જયારે હાલમાં ફોર્મમાં ચાલી રહેલા સ્મિથ માત્ર ૪ રન બનાવી આઉટ થયો હતો.

પાકિસ્તાનના બોલરો શાહીદ આફ્રિદી ૨, શાહ - ૪, ખાન નશીમ શાહને ૧-૧ અને યુસુફ શાહે ૪ વિકેટ લીધી હતી.

જંગી દેવા સાથે ઉતરેલી પાકિસ્તાનની ટીમના બીજા દાવમાં પણ ત્રણ વિકેટો પડી ગઈ છે. અલી ૫, સોહેલ ૮ અને શફીક ૦ રને આઉટ થયા છે. મસૂદ ૨૭ અને આઝમ ૨૦ રને દાવમાં છે. ઓસ્ટ્રેલિયાના પ્રથમ ઈનિંગના જુમલાથી પાકિસ્તાન હજુ  ૨૭૬ રન પાછળ છે. પાકિસ્તાન ઉપર એક ઈનીંગથી હારનો ભય તોળાઈ રહ્યો છે.

(3:32 pm IST)