Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

ભારત-વેસ્ટ ઇન્ડીઝ ટી-૨૦ સીરીઝના કાર્યક્રમમાં ફેરફાર : પ્રથમ ટી-૨૦ મેચ મુંબઈની જગ્યાએ હૈદરાબાદમાં રમાશે

બીસીસીઆઇએ મુંબઈ અને હૈદરાબાદની મેચોની તારીખોને બદલવાની મંજુરી આપી

મુંબઈ : ભારત અને વેસ્ટ ઇન્ડીઝની વચ્ચે ટી-૨૦ સીરીઝના કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે સીરીઝની પ્રથમ ટી-૨૦ મેચ ૬ ડીસેમ્બરના મુંબઈની જગ્યાએ હૈદરાબાદમાં રમાશે જ્યારે ૧૧ ડીસેમ્બરના ત્રીજી મેચ મુંબઈમાં હશે. આ બંને જગ્યાની મેચ પરસ્પર બદલી લેવામાં આવી છે. મુંબઈ પોલીસે ૬ ડીસેમ્બરના રમાવનારી મેચ માટે સુરક્ષા આપવાનો ઇનકાર કર્યો હતો. પોલીસ તરફથી કહેવામાં આવ્યું હતું કે, બાબા સાહેબ આંબેડકરની મહાપરિનિર્વાણ દિવસ અને બાબરી મસ્જિદ ડિમોલિશનની વર્ષગાંઠને કારણે શહેર હાઇ એલર્ટ પર રહેશે. આ કારણે પોલીસ મેચમાં સુરક્ષા આપી શકશે નહિ.

 મહાપરિનિર્વાણ દિવસના દિવસે બાબા સાહેબ અનુયાયીઓ મોટી સંખ્યામાં દાદરમાં આવેલ મેમોરિયલ ચેત્યભૂમિ આવે છે.

  મુંબઈ ક્રિકેટ એસોસિએશનના એક સીનીયર અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, 'બીસીસીઆઈએ મુંબઈ અને હૈદરાબાદની મેચોની તારીખોને બદલવાની મંજુરી આપી દીધી છે. હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ મોહમ્મદ અઝહરુદ્દીન સાથે સહમતી બાદ અમે આ ફેરફાર કર્યો છે.

  એક બીજા સુત્રે જણાવ્યું છે કે, અઝહરે આ ફેરફારમાં મોટી ભૂમિકા નિભાવી ના હોત તો મુંબઈના હાથથી આ મેચ જવાની હતી. પોલીસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, મુંબઈ ક્રિકેટના અધિકારી પોલીસના મોટા ઓફિસરોથી મળ્યા અને આ ફેરફારની જાણકારી આપી હતી. આ ફેરફાર બાદ હવે સીરીઝની પ્રથમ મેચ હૈદરાબાદમાં રમાશે જ્યારે અંતિમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડીયમમાં હશે. મુંબઈના વાનખેડે સ્ટેડીયમમાં છેલ્લી વખત આંતરરાષ્ટ્રીય મેચ ડીસેમ્બર ૨૦૧૭ માં શ્રીલંકા સામે ટી-૨૦ મેચમાં રૂપમાં રમાઈ હતી.

ગયા વર્ષે બીસીસીઆઈએ મુંબઈ ક્રિકેટ એસોસિએશનમાં વહીવટી સમસ્યાઓના કારણે વેસ્ટ ઇન્ડીઝ સામે રમાવનારી વનડે મેચને બ્રેબોર્ન સ્ટેડિયમમાં શિફ્ટ કરી દીધા હતા. બ્રેબોર્ન સ્ટેડિયમના કામકાજ ક્રિકેટ ઓફ ઇન્ડિયાના હાથમાં છે.

(12:14 pm IST)