Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

ભજ્જીએ લાફો માર્યો જ નહોતો :શ્રીસંતે કર્યો થપ્પડ કાંડનો ખુલાસો

તેને મજબૂતીથી હિટ કર્યો હતો પરંતુ તે થપ્પડ ન હતી: થપ્પડ સીધા હાથે મારવામાં આવે છે, ન કે ઉંધા હાથે

મુંબઈ ;વર્ષ 2008 આઈપીએલની પ્રથમ સીઝનમાં નેશનલ ટીમના પોતાના સાથી હરભજન સિંહ સાથે લડાઈ અને થપ્પડ કાંડ પર શ્રીસંતે કહ્યું કે, હરભજને તેને થપ્પડ મારી ન હતી.

   અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતા હરભજન સિંહે કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમતા શ્રીસંતને થપ્પડ મારી હતી. ત્યાર બાદ શ્રીસંત મેદાન પર જ રડવા લાગ્યો હતો. આ થપ્પડ પર ખૂબ જ વિવાદ થયો હતો અને   હરભજનને કેટલાક મેચનો પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો.જોકે ભજ્જીએ ત્યારે જ પોતાના આ વ્યવહાર માટે માફી માગી હતી. એટલું જ નહીં ભજ્જીએ ઘણી વખત તેને પોતાની કારકિર્દીની મોટી ભૂલ ગણાવી ચૂક્યા છે.

  જોકે આ ઘટનાના 10 વર્ષ બાદ બિગ બોસમાં શ્રીસંતે ખુલાસો કર્યો છે કે હરભજને હકીકતમાં તેને મજબૂતીથી હિટ કર્યો હતો પરંતુ તે થપ્પડ ન હતી. શ્રીસંતે કહ્યું કે, હું માનું છું કે હું ખૂબ જ ઉત્તેજિત થઈ ગયો હતો. મેચ બાદ જ્યારે તે ભજ્જી સાથે હાથ મીલાવવા આગળ વધ્યો તો ભજ્જીએ હાથ ન મીલાવીને ઉંધો હાથ તેના ગાલ પર માર્યો. તેણે કહ્યું કે, થપ્પડ સીધા હાથે મારવામાં આવે છે, ન કે ઉંધા હાથે અને તેને થપ્પડ ન કરી શકાય.

(11:26 pm IST)