Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

૩૮૧ મેચમાં ૧૬૪ ગોલ કરનાર આફ્રિકાના ડ્રોગ્બાએ લીધી નિવૃતિ

આઈવરી કોસ્ટ વતી હાઈએસ્ટ ૬૫ ગોલ કરનાર ૪૦ વર્ષના દિદિએર ગઈકાલે નિવૃતિ લેવાની જાહેરાત કરી હતી. હાલમાં યુનાઈટેડ સોકર લીગમાં ફીનીકસ રાઈઝીંગ વતી રમેલા ડ્રોગ્બાએ ટ્વીટ કર્યુ હતું કે, હું તમામ ખેલાડીઓ, મેનેજરો, ટીમો અને ફેન્સને ધન્યવાદ કહેવા માગુ છું જેમણે મારી કરીઅરને સફળ બનાવવામાં યોગદાન આપ્યુ હોય. જો કોઈ તમને એમ કહે કે તમારા સપના બહુ મોટા છે તો વધુ મહેનત કરીને સાકાર કરવાની કોશિષ કરો.

ડ્રોગ્બા ૬ અલગ રાષ્ટ્રની કલબ વતી ફૂટબોલ રમ્યો છે. તે પ્રીમીયર લીગમાં ૨૦૦૬-'૦૭ અને ૨૦૦૯-'૧૦માં ગોલ્ડન બુટ એવોર્ડ જીત્યો હતો.

(4:39 pm IST)