Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

પાકે. ૨૪ કલાક પહેલા ૧૨ ખેલાડીના નામ જાહેર કર્યા

રવિવારે પાકિસ્તાનનો ભારત સામે મુકાબલો : પાકિસ્તાનની ટીમમાં શોએબ મલિકની વાપસી થઈ છે અને મોહમ્મદ હાફિઝ જેવો સિનિયર પ્લેયર ટીમમાં છે

દુબઈ, તા.૨૩ : ટી-૨૦ વર્લ્ડકપમાં રવિવારે ભારત સાથેના મહામુકાબલા માટે પાકિસ્તાને પોતાની ટીમ જાહેર કરી દીધી છે.

રવિવારે સાંજે -૩૦ વાગ્યાથી બંને દેશો વચ્ચેની મેચની શરૂઆત થશે. બંને ટીમો માટે વર્લ્ડકપની પહેલી મેચ હશે. પાકિસ્તાને જોકે મેચના ૨૪ કલાક પહેલા પોતાના ૧૨ ખેલાડીઓ જાહેર કર્યા છે. જેમાંથી મેચ માટે ૧૧ ખેલાડીઓ પસંદ થશે.

ટીમમાં શોએબ મલિકની વાપસી થઈ છે અને મોહમ્મદ હાફિઝ જેવો સિનિયર પ્લેયર પણ ટીમમાં છે. મેચ માટે પાકિસ્તાને જાહેર કરેલી ટીમ નીચે પ્રમાણે છે

બાબર આઝમ કેપ્ટન, મોહમ્મદ રિઝવાન, ફખર ઝમાન, મોહમ્મદ હાફિઝ, શોએબ મલિક, આસિફ અલી, ઈમાદ વસીમ, શાદાબ ખાન, શાહીન આફ્રીદી, હસન અલી, હારીસ રઉફ, હૈદર અલી

બંને ટીમો માટે મેચ મહત્વની રહેશે. બંને ટીમો જીત સાથે ટુર્નામેન્ટમાં શરૂઆત કરવાનુ ઈચ્છતી હશે. ભારતીય ટીમે વોર્મ અપ મેચમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમોને હરાવી છે. ટી-૨૦ વર્લ્ડકપમાં અત્યાર સુધી પાકિસ્તાન અને ભારત વચ્ચે પાંચ મેચ રમાઈ છે અને પાંચે મેચ ભારત જીત્યુ છે.

(7:34 pm IST)