Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

આરોગ્ય તપાસ માટે કોલકાતા પહોંચ્યો સૌરવ ગાંગુલી

નવી દિલ્હી: T-20 વર્લ્ડ કપની રમત શરૂ થાય તે પહેલા BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી તેમના સ્વાસ્થ્યની તપાસ માટે દુબઈથી કોલકાતા પહોંચી ગયા છે. શુક્રવારે બપોરે, તેમણે કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં તેમનું સ્વાસ્થ્ય તપાસ કરાવ્યું. ખરેખર, સૌરભ ગાંગુલી દુર્ગા પૂજાની અષ્ટમીની રાત્રે કોલકાતાથી દુબઈ જવા રવાના થયો હતો. સ્વાસ્થ્ય તપાસ બાદ તેઓ રવિવારે ફરી દુબઈ પરત ફરશે. T20 વર્લ્ડ કપમાં રવિવારે જ ભારતની પાકિસ્તાન સામે મેચ થવાની છે.

(5:04 pm IST)