Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

૪ નેટ બોલરો ભારત પરત ફર્યા

ધોની નેટ બોલર બન્યો

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટી -૨૦ વર્લ્ડ કપ મેચ પહેલા પ્રેકિટસ સત્રમાં ભાગ લીધો હતો જેમાં 'મેન્ટર' મહેન્દ્ર સિંહ ધોનીએ થ્રોડાઉન નિષ્ણાતની ભૂમિકા ભજવી હતી જ્યારે હાર્દિક પંડ્યાએ બોલીંગ કરી ન હતી. પંડ્યાની બોલિંગ પ્લેઇંગ ઇલેવનમાં પસંદગી માટે મૂંઝવણનો વિષય છે. ધોની  થ્રોડાઉન નિષ્ણાત રાઘવેન્દ્ર, નુવાન અને દયાનંદની મદદ કરતો જોવા મળ્યો હતો.  આ દરમિયાન ભારતે ચાર નેટ બોલરોને પરત મોકલી દીધા છે.  સ્પિનર્સ કરણ શર્મા, શાહબાઝ અહમદ, કે ગૌતમ અને વેંકટેશ અય્યર પરત ફર્યા છે.  બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ટૂર્નામેન્ટ શરૂ થયા પછી આટલા નેટ સત્રો નહીં હોય.  રાષ્ટ્રીય પસંદગીકારોને લાગ્યું કે આ બોલરો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી રમીને મેચ પ્રેકિટસ મેળવશે.  જે ચાર ઝડપી બોલરોને રોકવા માટે કહેવામાં આવ્યું છે તેમાં અવેશ ખાન, ઉમરાન મલિક, હર્ષલ પટેલ અને લુકમાન મેરીવાલા છે.

(11:08 am IST)