Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

ઓસ્ટ્રેલિયા સામે ટી-૨૦ અને ટેસ્ટ સીરીઝ માટે પાકિસ્તાન ટીમ જાહેર : મુસા ખાન અને નસીમ શાહને સામેલ કરાયા

ઈફ્તિકાર અહેમદની પણ વાપસી: . હસન અલી બેકમાં ઈજાના કારણે સીરીઝથી બહાર

મુંબઈ : ઓસ્ટ્રેલિયા સામે ટી-૨૦ અને ટેસ્ટ સીરીઝ માટે પાકિસ્તાન ટીમની જાહેરાત કરાઈ છે સરફરાઝ અહેમદને બંને ફ્રોમેટની કેપ્ટનશીપથી દુર કર્યા બાદ ટીમથી પણ ડ્રોપ કરી દેવામાં આવે છે. તેના સિવાય ટીમમાં મુસા ખાન અને નસીમ શાહ જેવા યુવા ઝડપી બોલરોને તક આપી છે  તેના સિવાય ટેસ્ટ ટીમમાં ઝડપી બોલર ઇમરાન ખાન અને ત્રણ વર્ષ પહેલા એકમાત્ર ટેસ્ટ રમનાર ઈફ્તિકાર અહેમદની પણ વાપસી થઈ છે. હસન અલી બેકમાં ઈજાના કારણે સીરીઝથી બહાર થઈ ગયા છે. તેમની ગેરહાજરીમાં ઝડપી બોલિંગની જવાબદારી સંપૂર્ણપણે શાહીન શાહ અફ્રીદી અને મોહમ્મદ અબ્બાસના ઉપર હોવાની છે.

પાકિસ્તાન ટીમના મુખ્ય પસંદગીકર્તા અને કોચ મિસ્બાહ ઉલ હકે ટીમની જાહેરાત કરતા જણાવ્યું છે કે, 'અમારો ટાર્ગેટ ટેસ્ટ રેન્કિંગમાં ઉપર જવું અને ટેસ્ટ ચેમ્પિયનશીપની શરૂઆત મજબુતી સાથે કરવાની છે. આપણને અલગ પ્રકારની ક્રિકેટની જરૂરત છે અને અમારી ટીમમાં વર્તમાન બેલેન્સને જોતા અમે આક્રમક ક્રિકેટ રમી શકીએ છીએ.

 તાજેતરમાં પાકિસ્તાન ટીમે સરફરાઝ અહેમદને ટેસ્ટ અને ટી-૨૦ ની કેપ્ટનશીપ પદથી દુર કરી દીધા હતા. તેમની જગ્યાએ અઝહર અલીને ટેસ્ટ ટીમના, જ્યારે બાબર આઝમને ટી-૨૦ ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા હતા.

પાકિસ્તાન ટીમને તાજેતરમાં શ્રીલંકા સામે ટી-૨૦ સીરીઝમાં ૦-૩ ની ખરાબ હાર મળી અને તેના કારણે ટી-૨૦ ટીમમાં પણ ફેરફાર જોવા મળ્યા છે. મુસા ખાનને ટેસ્ટ સાથે ટી-૨૦ ટીમમાં પણ તક મળી છે. તેની સાથે જ ટીમમાં ખુશદિલ શાહ અને ઉસ્માન કાદિરને પણ ટી-૨૦ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ૨૦૧૬ માં પોતાની આંતરરાષ્ટ્રીય મેચ રમનાર મોહમ્મદ ઈરફાનની પણ વાપસી થઈ છે.

પાકિસ્તાનની ટેસ્ટ ટીમ આ પ્રકાર છે : અઝહર અલી (કેપ્ટન), આબિદ અલી, હેરીસ સોહેલ, અસદ શફીક, બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), ઇમરાન ખાન, ઈફ્તિકાર અહેમદ, કાશિફ ભટ્ટી, મોહમ્મદ અબ્બાસ, મુસા ખાન, નસીમ શેખ, શાન મસુદ, યાસીર શાહ, ઈમામ ઉલ હક અને શાહીન શાહ આફ્રીદી.

પાકિસ્તાનની ટી-૨૦ ટીમ આ પ્રકાર છે : બાબર આઝમ (કેપ્ટન), ફખર જમાન, હેરીસ સોહેલ, મોહમ્મદ રિજવાન (વિકેટકીપર), ઈફ્તિકાર અહેમદ, શાદાબ ખાન, ઉસ્માન કાદિર, ખુશદિલ શાહ, મોહમ્મદ ઈરફાન, ઈમામ ઉલ હક, મોહમ્મદ આમીર, મુસા ખાન, વહાબ રીયાઝ, મોહમ્મદ હસનેન, આસિફ અલી અને ઈમાદ વસીમ

(12:00 pm IST)