Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

પાકિસ્તાન સામેની ટી-20 સિરીઝ માટે ન્યૂઝીલેન્ડે જાહેર કરી ટીમ

નવી દિલ્હી: પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે 31 નોક્તમ્બેર થી ત્રણ ટી-20 મેચની સિરીઝ રમવાની છે. સાથે ન્યૂઝીલેન્ડે પોતાની ટીમનું એલાન કરી દીધું છે. પ્રવાસ પર માર્ટિન ગપ્ટિલ ઇજાના લીધે ટીમમાં સામેલ નથી. ટીમમાં કોરી એન્ડરસન અને વિકેટકીપર બેટ્સમેન ગ્લેન ફિલિપ્સને સ્થાન મળ્યું છે. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે સિરીઝની શરૂઆત 31 ઓક્ટોમ્બરના અબુધાબી ખાતે રમવાની છે. બીજી અને ત્રીજી ટી-20 મેચ 2 અને 4 નવેમ્બરના દુબઈમાં રમાશે. ટી 20 સિરીઝ પછી બન્ને ટીમો વચ્હહે વનડે અને ટેસ્ટ સિરીઝ પણ રમાશે.ન્યૂઝીલેન્ડની ટીમમાં ખેલાડીનો છે જેમાં કેન વિલિયમસન(કપ્તાન), કોરી એન્ડરસન , રોસ ટેલર, કોલીન મુનરો, માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, ટિમ સાઉદી, એડમ મિલને,ઇર્ષ સોઢી, લોકી ફગ્યુંર્સન, કોલીન ડી ગ્રેન્ડહોમ,શેઠ રેન્સ ટિમ સેફર્ટનો સમાવેશ થયો છે.

(4:13 pm IST)