Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

કાલે વિશાખાપટ્ટનમમાં મુકાલબો : ટીમ ઈન્ડિયા ફેવરીટ

વિરાટને ૧૦ હજાર રન માટે ૮૧ રનની જરૂર : કાલે સિદ્ધિ મેળવશે?

વિશાખાપટ્ટનમ,તા. ૨૩ : જેની ઉત્સુકતાપૂર્વક ક્રિકેટ ચાહકો રાહ જોઇ રહ્યા હતા તે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આવતીકાલે પાંચ વનડે મેચોની શ્રેણીની બીજી મેચ વિશાખાપટ્ટનમ ખાતે રમાનાર છે. મેચને લઇને તમામ તૈયાર કરી લેવામાં આવી છે. ભારતીય ટીમના તમામ ખેલાડીઓ જોરદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. પ્રથમ મેચથી આ બાબતની સાબિતી મળી ગઇ છે. ડેનાઇટ મેચનુ બપોરે ૧.૩૦ વાગ્યાથી જીવંત પ્રસારણ કરવામાં આવનાર છે..

હાલમાં જ રમાયેલી બે ટેસ્ટ મેચોની શ્રેણીમાં વેસ્ટ ઇન્ડિઝને ૨-૦થી કચડી નાંખવામાં આવ્યા બાદ ટીમ ઇન્ડિયા ધારણા પ્રમાણે જ પ્રથમ મેચમાં જોરદાર દેખાવ કર્યો હતો. પ્રથમ ક્રમાંકિત ખેલાડી વિરાટ કોહલીને વન ડે ક્રિકેટમાં દસ હજાર રન પૂર્ણ કરવાની તક રહેલી છે. ગુવાહાટી મેચ પહેલા કોહલીએ હજુ સુધી ૨૧૧ વનડે મેચોમાં ૫૮.૨૦ રનની સરેરાશ સાથે ૯૭૭૯ રન કર્યા હતા અને તેને ૧૦ હજાર રનની સિદ્ધી સુધી પહોંચવા માટે માત્ર ૨૨૧ રનની જરૂર છે.

તે પૈકી ગુવાહાટીમાં રમાયેલી મેચમાં કોહલીએ ૧૪૦ રન ફટકારી દીધા હતા. આની સાથે જ હવે કોહલીને ૧૦૦૦૦ રન પુરા કરવા બીજા ૮૧ રનની જરૂર રહી છે.જેથી પાંચ વનડે મેચોની શ્રેણીમાં આ સિદ્ધી હાંસલ કરે તેવી શક્યતા છે.

ભારત : કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કેકે અહેમદ, ચહેલ, ધવન, ધોની, જાડેજા, કુલદીપ, સામી, પાંડે, પંત, રાહુલ, રાયડુ, ઉમેશે.

વિન્ડિઝ ટીમ : હોલ્ડર, એલેન, અમ્બરીશ, બિશુ, હેમરાજ, હેટમાયર, હોપ, જોસેફ, લુઈસ, નર્સ, પોલ, પોવેલ, રોચ, સેમ્યુઅલ, થોમસ.

(3:41 pm IST)