Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

મેચ - ફિકસીંગને મામલે તપાસમાં ભારત પાસે મદદ માગતુ શ્રીલંકા

શ્રીલંકન ક્રિકેટ બોર્ડના અકાઉન્ટમાંથી ૪૦ કરોડ રૂપિયાની ઉચાપત કરનારા અધિકારીની ધરપકડ

શ્રીલંકાની સરકારમાં પ્રધાન અને ક્રિકેટ-ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાએ કહ્યું હતું કે તેમના દેશમાં મેચ-ફિકિસંગ સાથે સંકળાયેલા કેસમાં તપાસ અને કાયદાઓ ઘડવા માટે ભારત મદદ કરશે. પેટ્રોલિયમ મિનિસ્ટર રણતુંગાએ કહ્યું હતું કે ભારતની સીબીઆઈ શ્રીલંકન ક્રિકેટ બોર્ડમાં મોટા પાયા પર મૂકવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસમાં ટેકિનકલ સહાય પૂરી પાડશે. રણતુંગાએ દિલ્હીથી પરત ફર્યા બાદ કોલંબોમાં પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે અમારી પાસે આ સમસ્યાના ઉકેલ માટે નિપુણતા કે કાયદો પણ નથી. ભારત આની સાથે સંકળાયેલા કાયદાઓ ઘડવામાં મદદ કરશે. સીબીઆઈએ ૨૦૦૦માં રણતુંગા અને વાઇસ-કેપ્ટન અરવિંદ ડિસિલ્વા પર મેચ-ફિકિસંગનો આરોપ મૂકયો હતો.

જોકે બાદમાં બન્નેને નિર્દોષ પણ જાહેર કર્યા હતા. થોડા દિવસ પહેલાં જ આઈસીસીએ દિગ્ગજ ખેલાડી સનથી જયસૂર્યા પર મેચ-ફિકિસંગ સાથે સંકળાયેલી તપાસમાં સહકાર ન આપવાનો આરોપ મૂકયો હતો.

(3:39 pm IST)