Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

વર્લ્‍ડકપ પહેલા વધુ પ્રેકટીશ મેચ માટેની દ્રવિડની વિનંતી બોર્ડે સ્‍વીકારીઃ ટીમ પાંચમીએ રવાના

ટીમ ઇન્‍ડિયા ટી૨૦ વર્લ્‍ડકપના બે અઠવાડીયા પહેલા જ ઓસ્‍ટ્રલીયા પહોંચી જશે

નવી દિલ્‍હીઃ બીસીસીઆઇએ વર્લ્‍ડકપ માટે વધુ પ્રેકિટસ મેચો માટે કોચ રાહુલ દ્રવિડની વિનંતી સ્‍વીકારી લીધી છે. ટીમ (વેસ્‍ટર્ન ઓસ્‍ટ્રેલિયન ક્રિકેટ એસોસિએશન) ખાતે ૨ અઠવાડિયા સુધી તાલીમ લેશે અને પ્રેકિટસ મેચ રમશે
બીસીસીઆઇના પ્રમુખ સૌરવ ગાંગુલીએ આ વાતની પુષ્‍ટિ કરતા કહ્યુ કે ટીમ ઇન્‍ડિયા ટી૨૦ વર્લ્‍ડકપના લગભગ બે અઠવાડિયા પહેલા ઓસ્‍ટ્રેલિયા પહોંચશે, જયાં પર્થમાં ટ્રેનિંગ કરશે અને કેટલીક પ્રેકિટસ મેચ રમશે. પરંતુ કોચ રાહુલ દ્રવિડે બીસીસીઆઇને વધુ પ્રેકિટસ મેચોની વ્‍યવસ્‍થા કરવા વિનંૅતી કરી છે. દ્રવિડ અને તેના સપોર્ટ સ્‍ટાફ સાથે સમગ્ર ટીમ ૫ ઓકટોબરે ઓસ્‍ટ્રેલિયા જવા રવાના થશે.

 

(11:52 am IST)