Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

IPL -2020 : ચેન્નાઇ સુપર કિંગ્સ સામે રાજસ્થાન રોયલ્સનો 16 રનથી વિજય:ધોનીએ 19મી ઓવરમાં 3 સિક્સર ફટકારી

ચેન્નઇ સુપર કિંગ્સે 20 ઓવરમાં 6 વિકેટે 200 રન બનાવી શકી હતી.

શારજહા: રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ (CSK) વચ્ચે આઇપીએલનો ચોથો મુકાબલો યોજાયો હતો ચેન્નઇ સુપર કિંગ્સે ટોસ જીતીને પહેલાં બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલાં બેટીંગ કરવા માટે ઉતરેલી રાજસ્થાન રોયલ્સની ટીમે શાનદાર શરૂઆત કરી. સંજૂ સૈમસને 74 રનોની શાનદાર ઇનિંગ રમી તો બીજી તરફ કેપ્ટન સ્ટીવ સ્મિથે 69 રન બનાવ્યા. આ ઉપરાંત જોગ્રા આર્ચરએ 8 બોલમાં 4 સિક્સરની મદદથી 27 રન બનાવ્યા અને રાજસ્થાને 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 216 રન બનાવ્યા. જવાબમાં ચેન્નઇ સુપર કિંગ્સે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 200 રન બનાવી શકી હતી. ચેન્નઇ તરફથી ફાફ ડુ પ્લેસીએ 72 રનોની જોરદાર ઇનિંગ રમી હતી. 

ચેન્નઇના હાથમાંથી જીત નિકળી ગઇ પરંતુ અંતિમ ઓવરમાં એમએસ ધોનીએ સિક્સરનો વરસાદ વરસાવ્યો હતો. તેમણે 19મી ઓવરમાં 3 સિક્સર ફટકારી હતી.

(12:04 am IST)