Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

પૂર્વ ટેસ્ટ ક્રિકેટર માધવ આપ્ટેનું નિધન

એક સીરિઝમાં ૪૦૦થી વધુ રન કરનાર પ્રથમ ભારતીય ઓપનર

નવીદિલ્હીઃ પૂર્વ ટેસ્ટ ક્રિકેટર માધવ આપ્ટેનું આજે સવારે ૮૬ વર્ષની વયે નિધન થયું હતું. હાર્ટ એટેક આવતા તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે સવારે ૬ વાગીને ૧૦ મિનિટે અંતિમ શ્વાસ લીધો હતો. તેમણે પોતાના સાત ટેસ્ટના કરિયરમાં ૪૯.૨૭ની એવરેજથી ૫૪૨ રન કર્યા હતા, જેમાં ૧ સદી અને ૩ અર્ધ સદીનો સમાવેશ થાય છે. તેમના નિધન પછી ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ દુઃખ વ્યકત કરતા તેમને શ્રદ્ઘાંજલિ આપી હતી.

આપ્ટેએ ટેસ્ટ કરિયરની ૭ મેચોમાં ૪૯.૨૭ની એવરેજથી ૫૪૨ રન કર્યા હતા. તેમનો હાઈએસ્ટ સ્કોર ૧૬૩ રન હતો, તે તેમણે વિન્ડીઝ વિરૂદ્ઘ પોર્ટ ઓફ સ્પેન ખાતે કર્યો હતો. તેમણે પોતાનું ટેસ્ટ ડેબ્યૂ નવેમ્બર ૧૯૫૨માં પાકિસ્તાન વિરૂદ્ઘ મુંબઈમાં કર્યું હતું. તે મેચમાં તેમણે ૩૦ અને ૧૦ રન કર્યા હતા. પોતાના કરિયરની સાતમાંથી પાંચ મેચ તેમણે વિન્ડીઝના પ્રવાસે રમી હતી. ત્યાં તેમણે ૫૧.૧૧ની એવરેજથી ૪૬૦ રન કર્યા હતા. તેમણે પોતાની અંતિમ ટેસ્ટ વિન્ડીઝ વિરુદ્ઘ કિંગ્સ્ટન ખાતે રમી હતી.

ટેસ્ટ કરિયરની સરખામણીએ તેમનું ફર્સ્ટ કલાસ કરિયર ઘણું લાબું રહ્યું હતું. તેઓ ૧૭ વર્ષ સુધી ફર્સ્ટ કલાસ ક્રિકેટ રમ્યા અને તે દરમિયાન ૬૭ મેચોમાં ૩૩૩૬ રન બનાવ્યા. તેમાં ૬ સદી અને ૧૬ ફિફટીનો સમાવેશ થાય છે. ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ ૧૬૫ રનનો હતો.

માધવ આપ્ટે કોઈ પણ ટેસ્ટ સીરિઝમાં ૪૦૦થી વધુ રન કરનાર પ્રથમ ભારતીય ઓપનર હતા. તેમણે ૧૯૫૩માં વિન્ડીઝ પ્રવાસ દરમિયાન ૪૬૦ રન કરીને આ સિદ્ઘિ મેળવી હતી. તેઓ મુંબઈની ટીમ માટે ઘરેલુ ક્રિકેટ રમતા હતા અને તેના કપ્તાન રહ્યા પણ હતા. આપ્ટેએ પોતાના કરિયર દરમિયાન વિનુ માંકડ, પોલી ઉમરીગર, વિજય હઝારે અને રુસી મોદી જેવા દિગ્ગજ ક્રિકેટરો સાથે રમ્યા હતા.

આપ્ટેએ લેગબ્રેક બોલર હતા, પરંતુ કોલેજમાં તેમના કોચ વિનુ માંકડે તેમની બેટિંગ પ્રતિભા જોઈને તેમની પાસે ઓપનિંગ કરાવવાનું શરૂ કરી દીધું હતું. આપ્ટે અમુક સમય સુધી 'ક્રિકેટ કલબ ઓફ ઇન્ડિયા'ના અધ્યક્ષ પણ રહ્યા હતા. તે સિવાય તે આજીવન લેજેન્ડસ કલબના પણ અધ્યક્ષ રહ્યા.(૩૦.૯)

(3:48 pm IST)
  • કાલથી કેરળમાં મધ્યમ - ભારે વરસાદ : અપર લેવલ એકટીવ સરકયુલેશન અને લો લેવલ હિલચાલના પગલે આગામી કેટલાક દિવસો (૨૪-૨૫ સપ્ટેમ્બર) સુધી કેરળમાં મધ્યમથી ભારે વરસાદની ખાનગી વેધર ચેનલે આગાહી કરી છે : ગાજવીજ સાથે બેંગ્લોર અને તામિલનાડુમાં વરસાદ પડવા સંભવ access_time 6:32 pm IST

  • કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે હું ખુશ છું કે અમેરિકામાં પીએમ મોદીને નહેરુના યોગદાનની યાદ અપાવાઈ : જયરામ રમેશે કહ્યું કે તેને એ વાતની ખુશી છે કે વડાપ્રધાન મોદીને જવાહરલાલ નહેરુએ આપેલા યોગદાનની અમેરિકામાં યાદ દેવડાવી access_time 1:09 am IST

  • અમદાવાદના કોબાથી વિસત તરફના રોડ પર પીધેલા કાર ચાલકે અનેકને લીધા અડફેટે : ચારથી પાંચ વાહનો સાથે અકસ્માત કર્યો : પોલીસે કર્યો પીછો: કારચાલકે ભાગવા કર્યો પ્રયાસ : મહિલા પીએસઆઇને પણ ટક્કર મારી : પોલીસે મહા મુસીબતે આખરે તેને પકડી પાડ્યો access_time 1:03 am IST