Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

ત્રીજી ટી-20માં દક્ષિણ આફ્રિકાનો 9 વિકેટે વિજય : સિરીઝ1-1થી ડ્રો : ડી કોકે 52 બોલમાં અણનમ 79 રન ફટકાર્યા

દક્ષિણ આફ્રિકાએ 16.5 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 140 રન બનાવી લીધા

નવી દિલ્હી : ત્રીજી અને અંતિમ ટી-20માં બોલરોના શાનદાર પ્રદર્શન બાદ ક્વિન્ટોન ડી કોકના અણનમ 79 રનની મદદથી દક્ષિણ આફ્રિકાએ ભારત સામે  9 વિકેટે વિજય મેળવ્યો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 134 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 16.5 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 140 રન બનાવી લીધા હતા. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાએ ત્રણ મેચની શ્રેણી 1-1થી ડ્રો કરાવી લીધી છે.
ડી કોકે 52 બોલમાં 6 ફોર અને 5 સિક્સર સાથે અણનમ 79 રન બનાવ્યા હતા. હેન્ડરિક્સે 28 અને બાવુમાએ 27 રન બનાવ્યા હતા.
આ પહેલા ભારતનો રોહિત શર્મા 9 રન બનાવી આઉટ થયો હતો. રોહિત પછી વિરાટ કોહલી પણ 9 રને આઉટ થયો હતો. પંતે ફરી એક વખત નિરાશ કરતા 20 રને વિકેટ ગુમાવી હતી. ધવને 25 બોલમાં 4 ફોર અને 2 સિક્સર સાથે 36 રન બનાવી બાજી સંભાળી હતી. ઐયર પણ 5 રને આઉટ થતા ભારતે 92 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી

દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ટી-20માં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ટીમમાં કોઈ ફેરફાર કરાયો નથી. બીજી તરફ દક્ષિણ આફ્રિકાની ટીમમાં હેન્ડરિક્સના સ્થાને એનરિક નોર્ત્જેને ટીમમાં સ્થાન મળ્યું છે.

(3:49 pm IST)