Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

પીવી સિંધુ સળંગ ત્રીજીવાર વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશિપમાં સેમિફાઈનલમાં પહોંચી

ક્વાર્ટર ફાઈનલમાં તાઈવાનની તાઈ ત્જુ યિંગને 12-21, 23-21, 21-19થી હરાવી

નવી દિલહી:ભારતની સ્ટાર ખેલાડી પીવી સિંધુ વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશિપના મહિલા સિંગલની સેમિફાઈનલમાં પહોંચી છે તેણીએ  ક્વાર્ટર ફાઈનલમાં તાઈવાનની તાઈ ત્જુ યિંગને રસપ્રદ મુકાબલામાં 12-21, 23-21, 21-19થી હરાવી દીધી છે. સ્વિટ્ઝરલેન્ડના બાસેલમાં રમવામાં આવી રહેલી ટુર્નામેન્ટમાં સિંધુએ દુનિયાની બીજા નંબરની મહિલા બેડમિંટન ખેલાડીને 1 કલાક 11 મિનીટ સુધી ચાલેલા સંઘર્ષમાં હરાવી છે. સિધુ સળંગ ત્રીજા વર્ષે આ ટૂર્નામેન્ટની સેમિફાઈનલમાં જગ્યા બનાવી શકી છે.
   ઓલિમ્પિક રજત પદક વિજેતા 24 વર્ષની સિંધુ ફાઈનલમાં જગ્યા પાક્કી કરવા માટે ચીનની ચેન યૂ ફેઈ અને ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ટ વચ્ચે યોજાનાર એક અન્ય ક્વાર્ટર ફાઈનલની વિજેતા સાથે મુકાબલો કરશે.

સિંધુ સળંગ ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમિફાઈનલમાં પહોંચી છે. તે હજુ સુધી એક પણ વખત આ ટૂર્નામેન્ટ જીતી નથી શકી. આ જીત સાથે જ યિંગ વિરુદ્ધ સિંધુનો જીત હારનો રેકોર્ડ 5-10નો થઈ ગયો છે. રસપ્રદ વાત એ છે કે, બંનેની ગણતરી વર્તમાન સમયની બે બેસ્ટ મહિલા બેડમિન્ટન ખેલાડીમાં થાય છે પરંતુ, બંને બેડમિન્ટનની બે મોટી ટૂર્નામેન્ટ હજુ સુધી જીતી નથી શકી.
સિંધુ 2016 રિયો ઓલિમ્પિકની ફાઈનલમાં હારી ગઈ હતી અને 2017 અને 2018ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ રનર અપ રહી હતી. તો યિંગ આ બંને ટૂર્નામેન્ટની સેમિફાઈનલ સુધી પણ પહોંચી શકી ન થી

 

(9:22 pm IST)